<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ભાવનગર કોર્પોરેશનનો ટ્રક પલ્‍ટી જતા સાઇટ એન્‍જીનીયરનું મોત

બાંધકામ સાઇટ ઉપર દુર્ઘટનાઃ હિરેન ભરતભાઇ મહેતાનું મૃત્‍યુઃ ભુપતસિંહ રવુભા ગોહિલ ગંભીર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૧૭ :..  ભાવનગરના ઘોઘા સર્કલ નજીક બની રહેલા બિલ્‍ડીંગની સાઈટ પર આરએમસી નો ટ્રક પલટી ખાઈ જતા બે લોકો દબાયા હોવાની આશંકાએ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી .દરમિયાન ફાયર બ્રિગેડના સ્‍થાપી કરી ઇજાગ્રસ્‍ત બે લોકોને બહાર કાઢી  હોસ્‍પિટલ ખસેડાયેલ જ્‍યાં એકનું સારવાર દરમિયાન સાઇટ એન્‍જનીયર હિરેનભાઇ મહેતાનું મોત નિપજ્‍યું હતું.

આજે સવારે બનેલા આ બનાવ ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ઘોઘા સર્કલ લીંબડીયું વિસ્‍તારમાં દામાભાઈ ની હોટલ ની સામે બની રહેલ બાંધકામની સાઈટ પર આર એમ સી નો ટ્રક નંબર gj ૦૩ બીજ ૩૬૩૩ પલટી મારી જતા ખાડામાં પડ્‍યો હતો. આ બનાવવાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્‍યા હતા. બનાવવાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડ નો સ્‍ટાફ ઘટના દોડી આવ્‍યો હતો. ટ્રકની સાથે બે વ્‍યક્‍તિ  દબાવ્‍યા હોવાની આશંકાએ ફાયર બ્રિગેડના સ્‍ટાફે  રેસ્‍કયુ કરી ખાડામાં પડી ગયેલ ટ્રકની નીચેથી  થી ઇજાગ્રસ્‍ત બે વ્‍યક્‍તિઓ ને બહાર કાઢી તાત્‍કાલિક ૧૦૮ મારફત સર ટી. હોસ્‍પિટલ ખસેડાયેલ છે.  જયાં સાઇટ એન્‍જીનીયર હિરેનભાઇ મોત થયું છે. આ બનાવને પગલે લોકોના ટોળા મોટી સંખ્‍યામાં  બનાવ સ્‍થળે પડ્‍યા હતા.

આ ઘટનાની જાણ થતા પોલીસ,૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ,ફાયર બ્રિગેડ ટીમ સહિતનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડ જવાનોએ દોરડા, ક્રેઇનની મદદથી દબાયેલા બે વ્‍યક્‍તિ ભૂપતસિંહ રવુભા ગોહિલ અને હિરેનભાઈ ભરતભાઈ મહેતાને બહાર કાઢયા હતા અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા હતા જ્‍યાં હિરેનભાઈ મહેતાનું મોત નિપજ્‍યું હતું.

(4:34 PM IST)