<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી વિસાવદર પંથકની યુવતીનું ઝેરી પાવડર પી જતાં મોત

મળતક યુવતીના માતાની વિસાવદરના શખ્‍સ સામે ફરિયાદના પગલે પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૮: ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી વિસાવદર પંથકની  યુવતીનું ઝેરી પાવડર પી જતાં મોત થયું ભુવાની ફરિયાદ મળતક યુવતીની માતાએ વિસાવદરના શખ્‍સ સામે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

વિસાવદર પાસેના એક ગામની ૨૨ વર્ષીય યુવતીએ ગત તા. ૨૨ જાન્‍યુઆરીના રોજ સેલફોસ પાવડર પી લેતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે સારવાર માટે વિસાવદર ખાતે ખસેડવામાં આવી હતી. ત્‍યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જુનાગઢની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઈ હતી. જ્‍યાં સારવાર દરમિયાન યુવતીનું મળત્‍યુ નિપજ્‍યું હતું. દરમિયાન સોમવારે યુવતીની માતાએ વિસાવદરનો રાજેશ ઉર્ફે રાજુ સોલંકી સામે વિસાવદર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ અનુસાર શખ્‍સ યુવતીને અવાર નવાર મળવા માટે ઘરની આજુબાજુમાં આંટા મારતો અને એના ઘરની ડેલી પણ ખખડાવતો હતો. તેમજ પજવણી કરી ખોટી રીતે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો અને અવારનવાર માનસિક આપી હેરાન કરતો હોય અને ધમકી આપતા જેથી કંટાળી જઈ ગત તા. ૨૨ જાન્‍યુઆરીના રોજ અનાજમાં નાખવાનો સેલફોસ પાવડર પી જતા સારવાર દરમિયાન દીકરીનું મળત્‍યુ થયું હોવાની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદના આધારે રાજેશ ઉર્ફે રાજુ સોલંકી સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ આર. ડી. રોહિતે હાથ ધરી હતી.

(11:23 AM IST)