<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ભાવનગરમાં બિલ્‍ડર્સ,સોની અને અન્‍ય ઉદ્યોગપતિઓને ત્‍યાં આઈ.ટી.નું સર્ચ ઓપરેશન

સવારથી જ ઇન્‍કમટેક્‍સના અધિકારીઓની ટીમ ત્રાટકી અને દરોડાની કામગીરી શરૂ થતા બિલ્‍ડર લોબીમાં દોડધામ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮: ભાવનગર શહેરમાં વિવિધ બિલ્‍ડર્સ ગળપનં ત્‍યાં આઈ ટીની મોટાપાયે રેઈડ પડતા ચકચાર મચી જવા પામી છે.આજે સવારથી જ ૩૦થી વધુ સ્‍થળોએ અધિકારી એમની ટીમ સાથે સર્ચ ઓપરેશનમાં શરૂ કરવામાં આવ્‍યું છે. દરોડા ના પગલે બિલ્‍ડર્સ લોબીમાં દોડધામ મચી જવા પામી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેર, જિલ્લામાં વિવિધ બિલ્‍ડર્સ તથા અન્‍ય ઉદ્યોગપતિઓને ત્‍યાં આઈ ટીની રેઈડ અમદાવાદની ટીમ દ્વારા કરવામાં આવી છે. ભાવનગર ઉપરાંત સિહોરમાં પણ ટીમના ધાડા ઉતર્યાછે. આજે સવારથી જ અધિકારી એમની ટીમ સાથે સર્ચ ઓપરેશનમાં લાગતા બિલ્‍ડર્સ, ઉદ્યોગપતિઓમાં દોડધામ મચી જવા પામી છે. શહેરના અગ્રણી સોની વેપારીઓને ત્‍યાં પણ ઇન્‍કમટેક્‍સની તપાસ શરૂ હોવાનું જાણવા મળેલ છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇન્‍કમટેક્‍સની રેડમાં શહેરના એક અગ્રણી ઉદ્યોગપતિ કે જેઓ રાજકીય પક્ષ સાથે પણ સંકળાયેલા છે તેને ત્‍યાં પણ તપાસ ચાલુ છે.

(11:22 AM IST)