<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

વાંકાનેરથી રાજકોટ સંતાનોને મળવા આવેલી દિવ્‍યાબેનને સાસુ અને જેઠાણીઓએ ધોકાવી

છ મહિનાથી રિસામણે છેઃ અહિ શું કામ આવી કહી મારકુટ થયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૮: હાલ વાંકાનેર માવતરે રિસામણે રહેલી દિવ્‍યાબેન કિશોરભાઇ શીંગાળા (ઉ.વ.૩૧)ને સાંજે છએક વાગ્‍યે તે રાજકોટ રૈયાધાર ગોૈશાળા નજીક પોતાના સાસરીયામાં આવી ત્‍યારે ઢીકાપાટુ અને લાકડીથી માર મારવામાં આવતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થઇ હતી.

દિવ્‍યાબેને પોતાને સાસુ લાખુબેન, જેઠાણીઓ મુક્‍તાબેન અને કિરણબેને તું અહિ શું કામ આવી? કહી માર માર્યાનું કહેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. દિવ્‍યાબેને કહ્યું હતું કે તેના લગ્ન સત્તર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં બે પુત્રી છે. પોતાના પતિ વેફરનું કામ કરે છે. થોડા સમય પહેલા પોતાને માંગરોળના શખ્‍સ સાથે પરિચય થયો હોઇ તે બ્‍લેકમેઇલ કરી ભગાડી ગયો હોઇ તેના કારણે માથાકુટ થતાં પોતે હાલ રિસામણે છે. સંતાનો સાસરિયા પાસે હોઇ પોતે તેને સાંજે મળવા આવતાં સાસુ, જેઠાણીઓએ તું શું કામ આવી? તારે આવવું જ નહિ કહી મારકુટ કર્યાનો આક્ષેપ કર્યો હતો.

(11:24 AM IST)