News of Tuesday, 18th February 2025
વંથલીના લુછાળા ગામના મેરામભાઇ ડાંગરનું બાઇક સ્લીપ થઇ જતાં મોત
રાજકોટ હોસ્પિટલમાં દમ તોડયોઃ ટ્રક હંકાર ગુજરાન ચલાવતાં હતાં

રાજકોટ તા. ૧૮: વંથલીના કણજાધાર ફાટક અને ખોખડા ફાટક વચ્ચેના રોડ પર બાઇક અકસ્માતમાં ઇજા થતાં વંથલીના લુછાળા ગામના પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મોત થયું છે.
લુછાળા ગામે રહેતાં મેરામભાઇ રામાભાઇ ડાંગર (ઉ.વ.૫૦) ત્રણ દિવસ પહેલા રાતે નવેક વાગ્યે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે ખોખડા-કણઝાધાર ફાટક વચ્ચેના રોડ પર તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થતાં વંથલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ વંથલી પોલીસને જાણ કરી હતી. મૃતક ટ્રક હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
