News of Tuesday, 18th February 2025
ભાવનગરની સિહોર અને તળાજા પાલિકામાં વોર્ડ નંબર એકમાં ભાજપની પેનલનો વિજય
ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આગળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ તેમજ પેટા ચૂંટણી માટે વડવા બ વોર્ડ તથા પાંચ તાલુકા પંચાયતની મતગણતરી હાથ ધરાઇ છે. જેમાં ભાવનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર ત્રણ વડવા બોડની મતગણતરી એમીનીટી બિલ્ડીંગ રૂમ નંબર. ૩૦૩ સરકારી ઇજનેરી કોલેજ વિદ્યાનગર ખાતે યોજાઇ છે. ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં તળાજા નગરપાલિકાની સરકારી વિનયન કોલેજ તળાજા ખાતે મત ગણતરી હાથ ધરાઇ છે. શિહોર નગરપાલિકાની એલ.ડી મુની હાઇસ્કુલ સિહોર ખાતે મતગણતરી હાથ ધરાઇ છે. તેમજ ગારીયાધાર નગરપાલિકાની એમ.ડી પટેલ હાઇસ્કુલ ગારીયાધાર ખાતે મત ગણતરી હાથ ધરાઇ છે. ૫ તાલુકા પંચાયતની પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાઇ છે. જેમાં તળાજા તાલુકાના સરકારી વિનયન કોલેજ ખાતે તેમજ સિહોર તાલુકા પંચાયતની એલ.ડી મુની હાઇસ્કુલ સિહોર ખાતે તેમજ ભાવનગર તાલુકા પંચાયતની મીટીંગ હોલ મામલતદાર કચેરી ભાવનગર ગ્રામ્ય ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી છે.
દરમિયાન શિહોર નગરપાલિકાના વોર્ડ નંબર ૧ ની પેનલમાં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. તેમજ તળાજા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ ની આખી પેનલમાં ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાના એક બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર સરસાઈ મેળવી રહ્યા છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
