<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

પ્રભાસપાટણમાં જર્જરીત મકાન ધરાશાયીઃ જાનહાની નથી

 

વેરાવળ-પ્રભાસ પાટણ તા. ૧૮ :.. પ્રભાસ-પાટણના સલાટવાડા નાકે આવેલ એક જર્જરીત મકાનનો સ્‍લેબ ધ્રાબો આજે સવારે ૬-૩૦ વાગ્‍યે અચાનક ધડાકા સાથે ધરાશયી થતાં નીચે આવેલ બંધ દુકાન અને ઉપરના બે રૂમનો ધાબો બેસી જતાં દુકાન સહિત ઇમારત રોડ ઉપર પડી ગયેલ હતી.

સદ્‌્‌નશીબે કોઇ જાન-માલની નુકશાની થયેલ નથી. મકાન-માલિકે તાત્‍કાલીક રોડ ઉપરનો અને દુકાનનો કાટમાળ ખસેડી રોડ પૂર્વવત કર્યો હતો. આ મકાન કે દુકાનમાં કોઇ રહેતુ ન હતું જે જીર્ણ-અવાવરૂ હતા. તેમ જણાવાયું છે.

(12:06 PM IST)