<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક ઉપર ભારે રસાકસી બાદ કોંગ્રેસ વિજયી

તાલુકા પંચાયતમાં સતાધારી ભાજપને મોટો ફટકોઃ કોંગ્રેસને પોતાની બેઠક જાળવી રાખવામાં સફળતા

વાંકાનેર તા.૧૮: તાલુકા પંચાયતની ખાલી પડેલી ચંદ્રપુર બેઠક માટે ચૂંટણી યોજાઈ હોય, જેમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના યુવા ઉમેદવાર સુજાના યાકુબભાઇ શેરસીયાનો ૬૪૨ મતોથી વિજય થયો છે. જેનાથી તાલુકા પંચાયતમાં સત્તાધારી ભાજપને મોટા ફટકો પડ્‍યો છે, જ્‍યારે સત્તા વાપસીની આશાવાદ કોંગ્રેસ માટે રાહતરૂપ સમાચાર બન્‍યા છે. જેમાં સુજાના યાકુબભાઇ શેરસીયા (કોંગ્રેસ) - ૨૧૯૮ મત તથા હરીફ ગીતાબેન મોહનભાઈ ગામોટ (ભાજપ)ને ૧૫૫૬ મત, સજુબા અલ્‍પેશભાઈ ગોહીલ (અપક્ષ)ને ૪૬૨ મત તથા નોટાને ૪૫ મત મળ્‍યા છે

(12:07 PM IST)