News of Tuesday, 18th February 2025
ભાવનગરમાં વોર્ડ નંબર ત્રણ ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અમરસિંહ ચુડાસમા વિજેતા

(મેઘના-વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮: ભાવનગર મહાનગર પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપે બેઠક જાળવી રાખી છે. કોંગ્રેસના ઉમેદવારને હરાવી ભાજપના ઉમેદવાર અમરશી ચુડાસમાએ ૩ હજાર કરતાં વધુ મત ની સરસાઈથી વિજેતા બન્યા છે.
ભાવનગર મહાનગરપાલિકા ના વોર્ડ નંબર ત્રણ ની એક બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવાર હિંમતભાઈ મેણીયા સામે ૩,૦૦૦ થી વધુ ની સરસાઈથી જીત મેળવી છે. વિજેતા ઉમેદવારનું ભાજપ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
