News of Tuesday, 18th February 2025
થાન નગરપાલિકાની ચૂંટણીનું રિઝલ્ટઃવોર્ડ નંબર ૧ અને ૨માં ભાજપની પેનલનો ભવ્ય વિજય, ઉત્સાહનો માહોલ છવાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૮ : થાન નગરપાલિકાની કુલ ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે આજે મતગણતરી શરૂ ગઈ છે. હાલ થાન પાલિકામાં વોર્ડ નંબર એક અને બે નંબરના વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો છે. જેથી ઉત્સાહનો માહોલ છવાયો છે.૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાયેલી આ ચૂંટણીમાં ૬૦.૩૪ ટકા મતદાન નોંધાયું હતું, જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા અને અપક્ષ મળીને કુલ ૧૦૭ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
થાન પાલિકાની ચૂંટણીનું પરિણામ
વોર્ડ નં. વિજેતા પાર્ટી વોટ
૧ નીતાબેન રૂદાતલા ભાજપ
બાબભાઇ ધાંધલ ભાજપ
ભારતીબેન ખમાણી ભાજપ
ભુપતભાઈ પરમાર ભાજપ
૨ જ્યોતિબેન ખમાણી ભાજપ
નીતિનભાઈ શિહોરા ભાજપ
રંજનબેન સવાડીયા ભાજપ
વિજયભાઈ વારેવડીયા ભાજપ
મતગણતરી થાન મામલતદાર કચેરી ખાતે યોજાશે, જેમાં કુલ ૩૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. દરેક વોર્ડની મતગણતરી અંદાજે ચાર રાઉન્ડમાં પૂર્ણ થશે. મતગણતરી દરમિયાન ૪૫ કર્મચારીઓનો સ્ટાફ કામગીરી સંભાળશે. નોંધનીય છે કે, આ ચૂંટણીમાં એક પણ બેઠક બિનહરીફ રહી નથી.
સરકારી તંત્ર દ્વારા મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મતગણતરીના પરિણામો પર સૌની નજર મંડાયેલી છે, કારણ કે આ પરિણામો થાન નગરપાલિકાના ભાવિ વહીવટ માટે નિર્ણાયક સાબિત થશે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
