News of Tuesday, 18th February 2025
સલાયા પાલિકામાં ૨૮ સીટમાંથી ૧૨ સીટમાં ‘આપ'નો વિજય

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૮: દેવભૂમિ દ્વારકા જીલ્લાને સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં ૩ની મત ગણતરી પુર્ણ થઈ છે. વોર્ડ નં ૩માં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારોની જીત થઇ છે. ૭, વોડમાં ૨૮ સીટોમાંથી ૧૨, માં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ભાણવડ નગરપાલિકામાં વોર્ડ નંબર ૪ માં ભાજપનો વિજય થયો છે.
સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં આપ આદમી પાર્ટીના ઉમેદવાર સાલેમામદ કરીને તમામ જેલમાં બેઠા વિજેતા.
ચૂંટણી મતદાન પહેલા એક કેસમાં જેલ હવાલે છતાં વિજેતા આખી પેનલ જીતી વોર્ડ-૧માં અગાઉ સાલેમામદ નવા તેમના પત્ની પણ સલાયા નગરપાલિકાના પ્રમુખ થઈ ચુકયા છે.
ભાજપ વિજેતા ઉમેદવાર નિશાબેન નિરવભાઈ રાજાણી, જિજ્ઞાબેન હિતેષભાઈ જોષી, નયનભાઈ જેરામભાઈ રાઠોડ. કોંગ્રેસ વિજેતાઃ અખિલ જેનતીલાલ વાઘેલા. ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ-૩નું પરીણામ જાહેર, ભાજપ ૩ જીત કોંગ્રસ ૧ જીત થઈ છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
