<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ધ્રોલ પાલિકામાં ભાજપનો ભવ્‍ય વિજયઃ ૧પ બેઠક મળી

કોંગ્રેસને ૮ અને અપક્ષને ૧ બેઠક મળીઃ ભાજપના ભવ્‍ય વિજયના વધામણા

તસ્‍વીરમાં ભાજપના વિજેતા ઉમેદવારો, સમર્થકો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંજય ડાંગર-ધ્રોલ)

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧૮: જામનગર જીલ્લાની ધ્રોલ નગર પાલિકામાં ભાજપનો ભવ્‍ય વિજય થતા સર્વત્ર હરખની હેલી છવાઇ ગઇ છે.

ધ્રોલ પાલિકાની ચૂંટણીનું આજે ૧ થી ૬ વોર્ડનું પરિણામ જાહેર થયું હતું.

જેમાં ૧પ બેઠક ઉપર ભાજપાનો વિજય થયો છે જયારે ૮ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે અને ૧ બેઠક અપક્ષના ફાળે ગઇ છે. વોર્ડ નં. ૭ની ચૂંટણી હવે પછી યોજાશે.

(3:58 PM IST)