<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો : 5થી વધુ લોકો ઘાયલ

કોંગ્રેસના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન જૂનાગઢ વોર્ડ નંબર-8માં ચિતા ખાના ચોકમાં પથ્થરમારો

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઇ છે. ભાજપે 48 બેઠક જ્યારે કોંગ્રેસે 11 બેઠક કબ્જે કરી હતી. કોંગ્રેસના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન જૂનાગઢ વોર્ડ નંબર-8માં પથ્થરમારો કરવામાં આવ્યો છે. વિજય સરઘસ દરમિયાન પથ્થરમારામાં 5થી વધુ લોકો ઘાયલ થયા છે. કોંગ્રેસના વિજય સરઘસમાં પથ્થરમારો થયો છે.જૂનાગઢમાં ચીત ખાના ચોક પાસે પથ્થરમારો કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં ક્યા વોર્ડમાં કોણ જીત્યું

વોર્ડ 01 - બીજેપી  પેનલ
વોર્ડ 02 - બીજેપી પેનલ
વોર્ડ 03 - બીજેપી પેનલ 
વોર્ડ 04 - 01 કોગ્રેસ, 03 ભાજપ
વોર્ડ 05 - બીજેપી પેનલ
વોર્ડ 06 - 2 બીજેપી, 2 કોંગ્રેસ
વોર્ડ 07 - બીજેપી પેનલ
વોર્ડ 08 - કોંગ્રેસ પેનલ
વોર્ડ 09 - 03 બીજેપી, 01 અપક્ષ
વોર્ડ 10 - બીજેપી પેનલ
વોર્ડ 11 - બીજેપી પેનલ
વોર્ડ 12 - બીજેપી પેનલ
વોર્ડ 13 - બીજેપી પેનલ
વોર્ડ 14 - બીજેપી પેનલ
વોર્ડ 15 - કોંગ્રેસ પેનલ

(2:01 PM IST)