<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર ત્રણ વડવાડમાં પેટા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપના ઉમેદવારનો વિજય

---- ભાજપના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાએ કોંગ્રેસના હિમતભાઈ મેણીયાને 3014 મતે પરાજય આપ્યો

ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર ત્રણ વડવાડમાં પેટા ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. 

 ભાજપના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાએ કોંગ્રેસના હિમતભાઈ મેણીયાને 3014 મતે પરાજય આપ્યો છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

  ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો મત ગણતરી કેન્દ્રએ ઉમટી પડ્યા હતા. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી.

 

(2:13 PM IST)