News of Tuesday, 18th February 2025
ધોરાજી પાલિકામાં ભાજપે ૭ વર્ષ પછી સત્તા હાંસલ કરી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૧૮ : ધોરાજી પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભારતીય જનતા પાર્ટીના ૨૪ ઉમેદવારોનો જંગી લીડથી વિજય થયો છે.
કોંગ્રેસના ૧૨ ઉમેદવારો વિજય થયા છે. આમ આદમી પાર્ટી ઓવેસી ની પાર્ટી અને અપક્ષનો સંપૂર્ણ સફાયો થયો છે. ધોરાજી પાલિકા મા કોંગ્રેસનો ગઢ ભાજપે તોડયો છે. ૭ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી એ ફરી સત્તા હાંસલ કરી છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
