News of Tuesday, 18th February 2025
રાજકોટ જીલ્લોઃ તાલુકા પંચાયતની કૂલ૬ માંથી પ બેઠકો પર કમળ ખીલ્યું

રાજકોટ તા. ૧૮: રાજકોટ જીલ્લાની ૪ તાલુકા પંચાયતની કૂલ ૬ બેઠકની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી, આ ૬ માંથી પાંચ બેઠક ઉપર ભાજપનું કમળ ખીલ્યું છે, ભગવો લહેરાયો છે, એક બેઠક કોંગ્રેસને ફાળે ગઇ છે. આ બેઠકોમાં ગોંડલ તાલુકાની સૂલતાનપુર બેઠક ભાજપને, ઉપલેટાની ડૂમીયાણી બેઠક-કોંગ્રેસને, પાનેલી મોટી-૧ની બેઠક ભાજપને જસદણ તાલુકાની આંબરડી અને ભાડલા બંને બેઠકો ભાજપને, અને જેતપુર તાલુકા પંચાયતની પીઠડીયા બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
