News of Tuesday, 18th February 2025
દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં મારામારી :એક જ કોમના બે જૂથ વચ્ચે માથાકુટ :ભારે પથ્થરમારો :3 થી વધુ લોકોને ઇજા
ચૂંટણીનું પરિણામ જાહેર થતાં કેટલાક લોકોએ પથ્થર મારો કર્યો: કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું

દેવગઢ બારીયા નગરમાં ચૂંટણીના પરિણામને લઈને બબાલ થઈ હતી. દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં બબાલ થઇ છે. . એક જ કોમના બે જૂથ વચ્ચે માથાકુટ થવા પામી હતી.
ચૂંટણીનું પરિણામ જાહેર થતાં કેટલાક લોકોએ પથ્થર મારો કર્યો હતો. પથ્થર મારામાં ત્રણથી વધુ લોકોને ઈજા થવા પામી છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી ગયો છે કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું છે
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
