<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

રાણાવાવ-કુતિયાણામાં ભવ્ય જીત બાદ કાંધલ જાડેજાએ કહ્યું--મારે ભાજપ સામે નહીં પરંતુ ઢેલીબેન સામે વિરોધ

કાંધલ જાડેજાએ કહ્યું કે, કટકી કરવામાં કૈંક લિમિટ હોય. અમે પક્ષ સામે નહીં પરંતુ આવા લોકોની નીતિ સામે લડ્યા: કુતિયાણાની જનતાને હેરાનગતિમાંથી મુક્તિ મળે તે માટે મારે મારા ભાઈને મેદાને ઉતારવો પડ્યો.

પોરબંદરની રાણાવાવ-કુતિયાણામાં ભવ્ય જીત બાદ કાંધલ જાડેજાએ કહ્યું, મારે ભાજપ સામે નહીં પરંતુ ઢેલીબેન સામે વિરોધ છે. ઢેલીબેન ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા કાંધલ જાડેજાએ કહ્યું કે, કટકી કરવામાં કૈંક લિમિટ હોય. અમે પક્ષ સામે નહીં પરંતુ આવા લોકોની નીતિ સામે લડ્યા છે. જેમાં પ્રજાએ વિજયી બનાવ્યા છે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે  કુતિયાણાની જનતાને હેરાનગતિમાંથી મુક્તિ મળે તે માટે મારે મારા ભાઈને મેદાને ઉતારવો પડ્યો. બાકી હુ ભાજપની સાથે જ છુ. ભાજપ સરકાર સામે મારે કોઈ વાંધો નથી.

 

(9:53 PM IST)