<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

વાંકાનેરમાં ગાળો બોલવાની ના પાડતાં જયપાલસિંહ ઝાલાને કરણે છરી ભોંકી

છાતીમાં ઘા ઝીંકી દેવાતાં યુવાન રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૯: વાંકાનેરમાં આરોગ્‍યનગરમાં રહેતાં જયપાલસિંહ રાજેન્‍દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૪) નામના યુવાન પર પડોશમાં જ રહેતાં કરણ લોધા નામના શખ્‍સે હુમલો કરી છાતીમાં છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં વાંકાનેર સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા છે.

જયપાલસિંહ ઝાલા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેમના કહેવા મુજબ પોતે ઘર પાસે રાતે ઉભા હતાં ત્‍યારે પડોશમાં રહેતો કરણ ગાળાગાળી કરતો હોઇ તેને ગાળો બોલવાની ના પાડતાં વધુ ગાળો બાોલી મારી સાથે ઝઘડો કર્યો હતો અને અચાનક છરીથી હુમલો કરી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં વાંકાનેર સીટી પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:06 AM IST)