<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

વાંકાનેર પાલીકાની ચુંટણીમાં ઘણા વર્ષો બાદ કોંગ્રેસ સબળ વિરોધપક્ષ તરીકે ઉભર્યો

ગઇ ચુંટણીના પરીણામોની સરખામણીએ ભાજપને ૬ સીટોનું નુકશાન થયું

 

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૧૯: વાંકાનેર પાલીકાની યોજાયેલી ચુંટણીમાં ઘણા વર્ષો બાદ પ્રથમ વખત કોંગ્રેસ સબળ વિરોધપક્ષની ભુમીકા માટે સબળ બની શકયો. ભાજપ નેતાઓ સતત આ પાલીકા ચુંટણીમાં એકટીવ રહેવા છતા આ અપસેટ સર્જાયો એ બાબત આગામી ૧૧ માસ બાદ ફરી યોજાનારી ચુંટણીમાં કોંગ્રેસ માટે નવી આશા જાગી છે. એ થયેલી ચુંટણીના પરીણામોમાં મતોનું જે વિભાજન જોતા સ્‍પષ્‍ટ સંકેતો મળી રહયા છે.

વોર્ડ નં. ર માં કોંગ્રેસની પેનલના ચાર ઉમેદવારોમાં જાણીતા તસ્‍વીરકાર ભાટી.એન. નંગાજી સવજી ભાટીને જીતેલા ઉમેદવાર કરતા માત્ર ર૧ મત ઓછા મળતા ભાજપના અમરસિંહ ઝાલા ૧૪૦૩ મતો મેળવીને વિજયી બન્‍યા છે. જેના સામે કોંગ્રેસના નંગાજી સવજી ભાટીને ૧૩૪૦ મતો મળતા તેનો પરાજય થયો હતો. તેજ રીતેસ્ત્રી અનામત બેઠક ઉપર કોંગ્રેસના જાગૃતીબેનચોહાણને ૧૧૬૦ મત મળતા અને હરીફ ઉમેદવાર ભાનુબેન સારલાને ૧૧૦૬ મત મળતા, જાગૃતીબેનની જીત  થઇ હતી. તે જોતા વાંકાનેર નગર પાલીકાની ચુંટણીમાં વોર્ડ નં. ર માં ભાજપની પેનલ લથડી ગઇ છે.

તે જ રીતે વોર્ડ નં. ૩ માં ભાજપના ઉમેદવાર મયુર શશીકાંત પંડયા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે હારી ગયા છે. તેજ રીતે બીજા ઉમેદવાર જીજ્ઞેશભાઇ નાગરેચા ભાજપમાં જીતી ગયા છે. વોર્ડ નં. ૪ માં ભાજપ-આમ આદમી પાર્ટી અને એનસીપીના તમામ ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારો સામે હારી ગયા છે. કોંગ્રેસના આ વોર્ડના ઉમેદવારોમાં મહંમદભાઇ રાઠોડ, અશરફભાઇ ચૌહાણ, કુલસુમ રઝાકભાઇ તરીયા અન્‍ય પક્ષના હરીફ ઉમેદવારોને મોટા માર્જીન સાથે પરાજય આપવામાં સફળ રહયા હતા. વોર્ડ નં. ૪ માં એકતાબેન ઝાલા બીનહરીફ રહયા હતા.

વિતેલી ચુંટણીના પરીણામોની સરખામણી કરીએ તો ભાજપને વર્તમાન ચુંટણીમાં ૬ સીટોનું નુકશાન થયું છે. વિશેષમાં  બે અન્‍ય સીટો પણ કોંગ્રેસ પ્રેરખ્‍ીત હોવાથી એ પણ નુકશાન ભાજપને જ થયું છે.

પરીણામોના આગલા દિવસના અહેવાલમાં પરીણામના દિવસે ચુંટણી વેરઝેરને પગલે મામલો ગરમાશે એવી ભીતી દર્શાવી હતી એજ મુજબ ગઇકાલે ચુંટણી પરીણામો જાહેર થયા બાદ માર્કેટ ચોકમાં ગરમા ગરમી જોવા મળી હતી. ફટાકડા ફોડવામાં માથાકુટ થતા મામલો બીચકયો હતો. પોલીસે બાદમાં પુલ દરવાજા, મારકેટ ચોકમાં ભારે બંદોબસ્‍ત મોડે સુધી ગોઠવ્‍યો હતો. આવનારા દિવસોમાં વાંકાનેરના ઉમેદવારોનું ગેઝેટ પ્રસિધ્‍ધ થયા બાદ નગરપાલીકાના પ્રમુખ-ઉપપ્રમુખ માટે વરણી થાય ત્‍યારે પણ ભાજપમાં આંતરીક કલહથી વાતાવરણ ગરમાય તેવી સંભાવના વિષે પણ ચર્ચાઓએ જોર પકડયું છે.

(2:08 PM IST)