તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
જૂનાગઢમાં કોંગ્રેસ અને પરાજિત આપના ઉમેદવારો વચ્ચે માથાકૂટ મુદ્દે ધરપકડનો દોર
કોંગ્રેસના વિજેતા ઉમેદવારે ટેબલ મારતા મહિલા પોલીસને ઇજા થઈ'તી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૯: જૂનાગઢમાં કોંગ્રેસ અને પરાજિત આપના ઉમેદવારો વચ્ચે માથાકૂટ મુદ્દે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. જૂનાગઢના વોર્ડ નંબર આઠમાં કોંગ્રેસના ચાર ઉમેદવારની પેનલનો વિજય થયો હતો. કોંગ્રેસના ઉમેદવારોને શહેરના ચિતાસાના ચોકમાં પરાજિત આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય સરઘસ વખતે હુમલો કરે એવી દ્રશ્ય તો હતી જેના અનુસંધાને પોલીસ દ્વારા ચિંતાખાના ચોક ખાતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
બપોરે ૧૨:૩૦ વાગ્યે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અદ્રેમાન પંજા સહિતના કાર્યકરો ચિંતાખાના ચોકમાં પહોંચતા ત્યાં તેમણે નારા લગાવ્યા હતા ત્યારે વોર્ડ નંબર ૮ના આમ આદમી પાર્ટીના પરાજીત ઉમેદવાર રજાક હાલાની ઓફિસમાંથી ૧૫ થી ૨૦ લોકોનો ટોળું નારા લગાવતું ત્યાં આવ્યું હતું. બંને પક્ષના ટોળા વચ્ચે ઝપાઝપી થતા પોલીસ ટોળાને અલગ પાડતી હતી ત્યારે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અદ્રેમાન પંજાએ ટેબલનો ઘા કરતા મહિલા કોન્સ્ટેબલ મયુરીબેન ભુપતભાઈ ધ્રાંગાને માથામાં ઇજા થઈ હતી. ત્યારબાદ બંને પક્ષના લોકો અમને સામને આવી ગયા હતા.
આ ઘટના અંગે પીએસઆઇ પી. કે. ગઢવીએ ફરિયાદ કરતા અદ્રેમાન પંજા, અરમાન તારીક શેખ, ઝહીર ઝાકીરભાઇ શેખ, સાકીર કાદરભાઇ શેખ, અજીમ હબીબ મેમણ, રીયાઝખાન યુસુફજઇ, મહેબુબ પંજા, ગની હનીફ, સાજીદ મેમણ, આદમ હુશેન હાલા, મોહમદ ઉર્ફે ડેની હુશેન હાલા, રજાક હુશેન હાલા, રમીજ સીદીક, માહિર મુસ્તાક હાલા, સમીર ઉર્ફે કાગળો શમા, મીન્ડીબાપુ નાસીરબાપુ, સમીર રજાક હાલા, સરીફ ઉર્ફે દીલો હાલા, અરમાન કરીમ હાલા, જીશાન કરીમ હાલા અને અયાજ મહમદ હુસેન હાલા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ, રાયોટીંગ સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પીએસઆઇ વી. એલ. લખધીરે તપાસ હાથ ધરી આરોપીઓને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
