<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

જામનગરથી ૧ાા લાખના તાંબા-પિતળના વાસણોની ચોરી કરનારા બે સગાભાઇ રાજકોટમાં ઝડપાયા

માલવીયાનગર પોલીસના હેડ કોન્‍સ. અજયભાઇ વિકમા, કોન્‍સ ભાવેશભાઇ ગઢવી અને મયુરદાનભાઇ બાટીની બાતમીઃ વિજય અને તેનો ભાઇ રાકેશ ઉર્ફે રાહુલ સોલંકીને લક્ષ્મીનગરના નાલા પાસેથી દબોચ્‍યા

રાજકોટ, તા., ૧૯: નાનામવા મેઇન રોડ લક્ષ્મીનગરના નાલા પાસેથી એક માલવાહક વાહનમાં બે શખ્‍સો તાંબા-પિતળના ચોરાઉ વાસણો વેચવા નીકળ્‍યા હોવાની બાતમી મળતા માલવીયાનગર પોલીસે બે સગા ભાઇઓને રૂા. ૧.પ૮ લાખના તાંબા-પિતળના ચોરાઉ વાસણો સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ લક્ષ્મીનગરના નાલા પાસે બે શખ્‍સો માલવાહક વાહનમાં તાંબા-પિતળના ચોરાઉ વાસણો આવ્‍યા હોવાની માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. અજયભાઇ વિકમા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી અને મયુરદાનભાઇ બાટીને બાતમી મળતા સ્‍ટાફ સાથે લક્ષ્મીનગરના નાલા પાસે વોચમાં હતા ત્‍યારે ત્‍યાંથી પસાર થતી જી.જે. ૧૦ ટીએકસ ૩૧૮ નંબરના માલવાહક વાહનને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી તાંબા-પિતળના વાસણો મળી આવતા વાહનમાં બેઠેલા વિજય મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી (ઉ.વ.ર૧) (રહે. કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે આશાપુરા નગર શેરી નં. ર, મુળ જુનાગઢના માળીયા હાટીના મફતીયા પરામાં) અને તેનો ભાઇ રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી (ઉ.વ.રપ) (રહે. જેતપુર નદીના સામાકાંઠે રેલ્‍વે પુલ પાસે ઇંંટોના ભઠ્ઠામાં)ને પકડી લઇ  જાણવા મળ્‍યુ છે આ કામગીરી પી.આઇ.જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.એ.સીન્‍ધી, એ.એસ.આઇ હીરેનભાઇ પરમાર, હેડ. કોન્‍સ. અજયભાઇ વિકમા, દિનેશભાઇ બગડા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, મયુરદાન બાટી, મનીષભાઇ સોઢીયા, અમરદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

(1:35 PM IST)