તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
રિલાયન્સ કન્ઝયુમર પ્રોડક્ટ્સે ગલ્ફફૂડ ૨૦૨૫માં કેમ્પાના લોન્ચિંગ સાથે યુએઈમાં પ્રવેશ કર્યો
યુએઇને તરોતાજા રાખવા માટે અગ્થિયા ગ્રૂપ સાથે ભાગીદારી કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આરસીપીએલ) સત્તાવાર રીતે ભારતની લેગસી બ્રાન્ડ કેમ્પા લોન્ચ કરી છે. વિશ્વની સૌથી મોટી એફએન્ડબી ર્સોસિંગ ઇવેન્ટ, ગલ્ફફૂડની ૩૦મી આવળત્તિ દરમિયાન આ લોન્ચિંગ કરાયું છે. આરસીપીએલનો આ ડેબ્યૂ સાથે યુનાઈટેડ આરબ અમીરાતમાં પહેલવહેલો પ્રવેશ છે અને આ પ્રદેશ પ્રત્યેની તેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને ફરી આલેખે છે.
વર્ષ ૨૦૨૨માં કેમ્પા કોલાને હસ્તગત કર્યા પછી અને ૨૦૨૩માં ભારતમાં તેની પુનઃપ્રસ્તુતિ કરીને આરસીપીએલે આ હેરિટેજ બ્રાન્ડને સફળતાપૂર્વક પુનઃજીવીત કરી છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૭૦ અને ૧૯૮૦ના ગાળામાં આ બ્રાન્ડ અનન્ય મોભો ધરાવતી હતી.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના સીઓઓ કેતન મોદીએ જણાવ્યું કે, ભારતીય બ્રાન્ડ કેમ્પા સાથે યુએઇના માર્કેટમાં પ્રવેશ કરવા બાબતે અમે રોમાંચિત છીએ, જે ૫૦ કરતાં વધુ વર્ષ પહેલાં સ્થાપાયેલી એક હેરિટેજ બ્રાન્ડ છે.
અગ્થિયાના ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર એલન સ્મિથે કહયુ, અમે કેમ્પા કોલાને યુએઇમાં લાવવા માટે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે ભાગીદારી કરવા બાબતે રોમાંચિત છીએ.
કેમ્પા પોર્ટફોલિયોમાં શરૂઆતમાં કેમ્પા કોલા, કેમ્પા લેમન, કેમ્પા ઓરેન્જ અને કોલા ઝીરોનો સમાવેશ કરાશે. તેના ઉડીને આંખે વળગે તેવા લાલ અને જાંબલી પેકેજિંગથી લઈને સ્પર્ધાત્મક કિંમત સાથે ઉત્પાદન પૂરું પાડવાના તેના વચન સુધી કેમ્પા આધુનિક સમયની સફળતા ગાથા બનવાના માર્ગે આગળ વધી છે, જે તેને યુએઇ માટે વધુ સુસંગત બનાવે છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
