<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

સલાયાના વોર્ડ ૧ માં દર વખતે ભાજપને એક-એક બેઠક મળતી હતી તે, હિન્‍દુ ઉમેદવારોને ઉભા રાખી આમ આદમી પાર્ટીએ કબ્‍જે કરી લીધી

મુખ્‍ય સ્‍પર્ધક ચૂંટણી પહેલા જેલમાં ગયાને અને તેમની ગેરહાજરી ‘આપ' ને નડી અને કોંગ્રેસે બાજી મારી લીધી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૯ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ પાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી. જેમાં સલાયા નગરપાલિકા કોંગ્રેસે ફરીથી કબ્‍જે કરી છે. તથા અહીં ફરી શાસન ભારે રસાકસીમાં મેળવ્‍યું છે. અહીં પ્રથમ વોર્ડથી જ ત્રણ વોર્ડ સુધી ૧ર બેઠકોમાં કોંગ્રેસ કે ભાજપ કયાંય આવ્‍યું નહીં તમામ પેનલ ટુ પેનલ આપ પાર્ટી વિજેતા થઇ હતી જે પછી ચોથા વોર્ડથી કોંગ્રેસ જીતવાનું શરૂ કર્યુ અને સાતમા વોર્ડ સુધીમાં ર૮ માંથી ૧પ બેઠકો મેળવી છે. જયારે આપ પાર્ટીને ૧૩ બેઠકો જ મળી હતી. પ્રથમ ત્રણ વોર્ડમાં ૧ર બેઠકો જીતનાર આપ પાર્ટીને બાકીના ચાર વોર્ડમાંથી એક જ બેઠક મળી છે.

ભાજપ શૂન્‍યમાં સમેટાયું!!

દ્વારકા જિલ્લામાં ત્રણ પાલિકા ચૂંટણી ભાજપ ને ફળી છે કેમ કે ભાણવડમાં કોંગ્રે.સ પાસેથી ભાજપે ર૪ માં થી ર૧ ની તોતીંગ બહુમતીની સત્તા મેળવીને દ્વારકામાં ર૮ માંથી ર૮ પણ સલાયામાં ર૮ માંથી ૧૪ ઉમેદવારો જ ભાજપે ઉભા રાખેલા અને તેમાં પણ હિન્‍દુ વસતી વાળા વોર્ડ નં. ૧ માં દર વખતે ભાજપને એક-એક બેઠક મળે ત્‍યાં આપે બે હિન્‍દુ ઉમેદવારોને ઉતારીને જીતાડતા ર૮ માંથી ભાજપને એકપણ બેઠક ના  મળ્‍યાનો રેકોર્ડ સર્જાયો છે. ડીમોલીશન બેટ દ્વારકાનું પણ મુખ્‍ય કારણ મનાય છે. તો કોંગ્રેસના મુખ્‍ય સ્‍પર્ધક સાલેમામદને ચૂંટણી પહેલા જેલમાં જતા તેમની ગેરહાજરી આપ ને નડી અને કોંગ્રેસે બાજી મારી લીધી.

સલાયા પાલિકાની તમામ ર૮ બેઠકોની ચુંટણીઓ યોજાઇ હતી જેમાં મુખ્‍ય સ્‍પર્ધા આપ અને કોંગ્રેસ વચ્‍ચે જ હતી અહીં ભાજપ અને ઔવેસીના એ.આઇ. એમ.એ.આઇ. પક્ષે પણ ઉમેદવારો ઉભા રાખેલા પણ તેઓના ખાતા પણ ખુલ્‍યા નહીં !!

વોર્ડ નં. ૧ માં આપ પાર્ટીના સાલેમામદ કરીમ ભગાડ, રજીિયાબેન ભગાડ, ભગવાનજી જાડેજા  તથા ગોગીબેન, વિજેતા થયા હતા. વોર્ડ ર માં આપ પાર્ટીના મુસા સંધાર, સલીમ ગંઢાર, સલમા કારા અને શરીફા ભાયા ચારેય વિજેતા થયા હતા. વોર્ડ નં. ૩માં જીનતબેન સુંભણીયા, ઇસા અબ્‍દુલા નસીમ મોદી તથા બચુ સીદીક ચારેય આપ પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા હતા.

વોર્ડ નં. ૪ થી આપનું પલડુ બદલાતા કોંગ્રેસ મેદાને આવ્‍યું હતું. વોર્ડ નં. ૪ માં ત્રણ બેઠકો કોંગ્રેસ લઇ ગયું હતું. જેમાં જુનુસ રાજા, જુનુસ ગંઢાર તથા ફાતમા ચમડીયાનો સમાવેશ થાય છે. અહીં આપ પાર્ટી એક બેઠક લઇ ગઇ હતી જેમાં હફીસા ભાયા જીત્‍યા હતા. વોર્ડ નં. પાંચમાં તમામ બેઠકો કોંગ્રેસે મેળવી હતી જેમાં ઇરફાન ભાયા, હફીયા સુભણીયા, જેતુન ભાયા અને ગફાર સંધારનો સમાવેશ થાય છે.

વોર્ડ નં.૬ માં પણ કોંગ્રેસના તમામ ચારેય ઉમેદવાર વિજેતા થયા હતા જેમાં બીલાલ ભાયા, લતીફા અબાસભાઇ, આરીફ સંધાર તથા જુલેખાબેન ભાયા વિજેતા થયેલા વોર્ડ નં. ૭માં કોંગ્રેસના સાલેમામદ જુસબ ભગાડ, રઝમા મહેબુબ મહંમદ ધાવડા અને ગુલશન રજાકનો સમાવેશ થાય છે. 

(2:08 PM IST)