તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
ધોરાજી પાલિકામાં ૭ વર્ષ બાદ ભગવો લહેરાયો
૩૬માંથી ૨૪ બેઠક ભાજપે કબજે કરીઃ ૧૨ બેઠક કોંગ્રેસના ફાળેઃ આમ આદમી પાર્ટી તેમજ ઓવૈેસી પાર્ટી તેમજ અપક્ષનો સફાયો ૨૦૧૮ની સરખામણીએ કોંગ્રેસે વોર્ડ નંબર ચારમાં બે બેઠકો પર નૂકસાન કર્યું અને વોર્ડ નંબર પાંચ અને સાતની આઠ બેઠક ગુમાવી વોર્ડ નંબર ચારમાંથી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરાનો પણ પરાજય ૨૦૧૮ની સરખામણીએ ભાજપ ૧૪ સીટમાંથી ૨૪ સીટ પર પહોંચ્યું

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૯: ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો સાત વર્ષ બાદ ભગવો લહેરાવવા પામ્યો છે ધોરાજી નગરપાલિકાની ૩૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામોમાં ૩૬ માંથી ૨૪ બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને ૧૨ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.
ધોરાજી નગરપાલિકામાં સાત વર્ષ પહેલા ૨૦૧૮ ની ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો કુલ ૩૬ સીટમાંથી ૨૨ સીટ ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો અને ભારતીય જનતા પાર્ટીને માત્ર ૧૪ સીટ આવી હતી બાદ ૨૦૨૫ માં નગરપાલિકાની ચૂંટણીઓ આવતા ધોરાજી નગરપાલિકા ને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તે માટે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા એ અને એમની ટીમ દ્વારા ધોરાજીમાં લેવા પટેલના સમાજમાં સારું સ્થાન ધરાવતા અને બિલ્ડર વિમલભાઈ કોયાણી અને માધવ ગૌશાળા સેવા ટ્રસ્ટના સેવાભાવી ભુપતભાઈ કોયાણીને મહત્વનું સ્થાન આપી નગરપાલિકાનું શુકાન શોપતા વિમલભાઈ કોયાણીએ જિલ્લા ભાજપની ટીમ સાથે રહીને નવી ટીમ ઊભી કરી અને ધોરાજીના કુલ ૩૬ બેઠકોમાંથી ૩૧ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લડાવ્યા હતા.
બાદ ધોરાજીમાં વર્ષોથી કોંગ્રેસના લલિત વસોયા નું સ્થાન પણ સારું હતું અને તેમની પાસે મુસ્લિમ અને દલિત વોટનો ખજાનો હતો એટલે ૧૨ સભ્યો એમનેમ જતા હતા તેમને માત્ર સાત સભ્યો માટે લડાઈ કરવાની હતી એટલે ધોરાજી નગરપાલિકામાં ફરી કોંગ્રેસનું શાસન આવે તે પ્રકારનું માહોલ સર્જાઈ ગયો હતો અને તેમના લેવલે પણ પોતાની ખૂબ જ મહેનત અને આવડત દ્વારા નગરપાલિકા પોતાના એકલા હાથે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ૩૬ માંથી ૩૬ ઉમેદવારો ઉભા રાખ્યા હતા
ગઈકાલ રાત સુધી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પૂરા વિશ્વાસ સાથે જીતનો દાવો કર્યો હતો પરંતુ આજે નવી ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે એવીએમ મશીન ખોલતા વોર્ડ નંબર એકમાં પ્રથમ રાઉન્ડમાં જ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારોનો વેચાઈ થયો હતો ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહ જોવા મળી હતી બાદ વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણ બંનેમાં કોંગ્રેસના ચાર ચાર ઉમેદવારો વિજય થતા ફરી કોંગ્રેસમાં વિજય વાવટો જોવા મળી રહ્યો હતો અને વોર્ડ નંબર પાંચ તેમજ વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર સાત એ પણ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો ત્યાં વોર્ડ નંબર પાંચનું રિઝલ્ટ આવતા તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થતા કોંગ્રેસનો વિશ્વાસ ઉડી ગયો હતો. ફરી કોડ નંબર છ માં કોંગ્રેસના ચારેચાર સભ્યો વિજય થઈ જતા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના બંનેના ૧૨-૧૨ ઉમેદવારો વિજય થતા ટાઈ જોવા મળી રહી હતી
બાદ વોર્ડ નંબર ૭ એ પણ કોંગ્રેસનો ગઢ હતો અને તેમનો રીઝલ્ટ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારોનો વિજય થતા ભાજપનો વિજય વાવટો ફરકી ગયો અને ફરીથી છેલ્લા બેહોદ વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર ૯ બંને બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થતા ભારતીય જનતા પાર્ટીને ૨૪ ઉમેદવારો વિજય થયા હતા અને કોંગ્રેસને માત્ર ૧૨ ઉમેદવારો વિજય થયા હતા
આ સાથે આમ આદમી પાર્ટી તેમજ ઓલ ઇન્ડિયા મજલીસ એ ઐતિહાદુલ મુસ્લિમીન પાર્ટી તેમજ અપક્ષનો સંપૂર્ણ સફાયો થયો હતો ભાજપને આમ આદમી પાર્ટી તેમજ મુસ્લિમ પાર્ટી બંને ઉમેદવારો ફાયદો બની હતી. કોંગ્રેસના વોટ તોડવામાં બંને પાર્ટી સફળ રહી હતી
આ સાથે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા તેમજ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા તેમજ જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડીયા વિગેરે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો તે બદલ મતદારો અને કાર્યકર્તાનો આભાર માન્યો હતો. તેમજ જેમને ધોરાજીનું શું કામ સોંપવામાં આવ્યું હતું તે વિમલભાઈ કોયાણી અને ભુપતભાઈ કોયાણીએ પણ ધોરાજી શહેરના તમામ મતદારોનો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.
ધોરાજી શહેરના કુલ ૯ વોર્ડના ૩૬ ઉમેદવારો માંથી વિજેતા ઉમેદવારોની યાદી
વોર્ડ નંબર ૧ ભાજપ પેનલ વિજેતાઃ જેન્તીભાઈ રામજીભાઈ બાલધા, નયનાબેન રણજીત ગાંગડિયા, બ્રિજેશ જેન્તીભાઈ કાચા, હેતલબેન જયદીપભાઈ વાગડીયા. વોર્ડ ૨ - કોંગ્રેસ પેનલ વિજેતાઃ કોસર સિકંદર ચૌહાણ, દામજીભાઈ લાખાભાઈ ભાષા (ડી.એલ. ભાષા), મહિશબાનું જબાર ગરાણા, સાબિર કાસમ ખાટકી. વોર્ડ નંબર ૩ કોંગ્રેસ પેનલ વિજેતાઃ આલમ મિયાં રફીકમિયાં સૈયદ, નોમાન હા.અબ્દુલ્લા ગરાણા, મરિયમ કાદર ગરાણા, વિજ્યાબેન અરવિંદભાઈ બગડા. વોર્ડ નંબર ૪ ભાજપ પેનલ વિજેતાઃ ચિન્ટુભાઈ રણછોડભાઈ કોયાણી, ચંદ્રકાંત છગનભાઈ અંટાળા (સી.સી. અંટાળા), પાયલબેન અશ્વિનકુમાર ધોળકિયા, ભારતીબેન રસિકભાઈ રાબડીયા. વોર્ડ - ૫ ભાજપ પેનલ વિજેતાઃ આશાબેન સુરેશભાઈ લિંબડ, કુસુમબેન વિઠ્ઠલભાઈ હિરપરા, કેતનગીરી શિવગીરી મેઘનાથી, વિજયભાઈ રામજીભાઈ અંટાળા. વોર્ડ -૬ કોંગ્રસ પેનલ વિજેતાઃ ગુલાફશા શકીલ સોઢા, પાર્વતીબેન કિશોરભાઈ જેઠવા, યુસુફ શોકત નવીવાલા, વશિમશા મહમદશા સર્વદી. વોર્ડ - ૭ ભાજપ પેનલ વિજેતાઃ કેતનભાઈ (બાવ) મનસુખભાઈ રાખોલીયા, નિતીનકુમાર પરબતભાઈ જગાણી, પ્રજ્ઞાબેન પ્રકાશભાઈ જેઠવા, ભાવનાબેન જીતેન્દ્રભાઈ વીરપરિયા. વોર્ડ - ૮ ભાજપ પેનલ વિજેતાઃ મુકેશભાઈ ભીખાભાઈ જોરીયા, વિનુભાઈ નાગજીભાઈ માથુકિયા, વૈશાલીબેન અમરીશભાઈ ત્રિવેદી, વિશાખાબેન કિશોરચંદ્ર વઘાસિયા. વોર્ડ નંબર ૯ ભાજપ પેનલ વિજેતાઃ પિયુષભાઈ જેન્તીભાઈ ચવાડીયા, મહેશકુમાર વ્રજલાલ શિરોયા, સંગીતાબેન ચેતનકુમાર બારોટ, હર્ષિદાબેન ભાવેશકુમાર હિરપરા.
ધોરાજી કોંગ્રેસને મળેલી હાર બદલ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે લોક ચુકાદો શિરોમાન્ય હોય છે પરંતુ સાથોસાથ અમે ચૂંટણી પંચમાં અનેક ફરિયાદો કરી હતી તેમજ ઈવીએમના નંબર અને થયેલ મતદાનના આંકડાઓ અમને સ્થાનિક કક્ષાએથી આપવામાં આવ્યા નહોતા અને કયા નંબરનું ઇવીએમ છે એના વિશે પણ માહિતી આપવામાં આવી નહોતી જેથી કરી કોઈ ગેરરીતી થઈ હોવાની પૂરેપૂરી સંભાવના અમે વ્યક્ત કરી રહ્યા છીએ જે મામલે અમે ચૂંટણી પંચમાં લેખિત પણ ફરિયાદો કરેલી છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
