News of Wednesday, 19th February 2025
જામનગરમાં ત્રણ પદયાત્રી મહિલાઓના મોતનો આરોપી જોડિયા પોલીસના હાથે ઝડપાયો
બે દિવસ પહેલા કચ્છથી પદયાત્રાએ દ્વારકા જઈ રહેલ છ મહિલાઓને ટ્રેલરે અડફેટે લેતા 3ના મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ મહિલા પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થઈ હતી

જામનગરમાં ત્રણ પદયાત્રી મહિલાઓના મોતનો આરોપી જોડિયા પોલીસના હાથે ઝડપાયો છે. બે દિવસ પૂર્વે કચ્છથી પદયાત્રાએ દ્વારકા જઈ રહેલ છ મહિલાઓને ટ્રેલરે અડફેટે લીધી હતી. જેમાં 3ના મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ મહિલા પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થઈ હતી.
જોડીયાના બાલંભા નજીક 3 દિવસ પૂર્વે અકસ્માતનો બનાવ બન્યો હતો . કચ્છથી દ્વારકા તરફ 12 જેટલી મહિલા પદયાત્રીઓ જઈ રહ્યા હતા, તે સમયે ટ્રેલરે 6 મહિલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા . સમગ્ર મામલે પોલીસે સીસીટીવી પરથી ટ્રેલર ચાલકનું પગેરું શોધ્યું હતું. પદયાત્રીઓને અડફેટે લઈ મૃત્યુ નિપજાવનારા ટ્રેલર ચાલકની મેઘપરથી પોલીસે ધરપકડ કરી હતી. આરોપી પંકજ યાદવને જોડિયા પોલીસે દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
