તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન 2 માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચે દોડાવાશ
રાજકોટ ડિવિઝનના રાજકોટ-હાપા સેક્શનમાં આવેલા પડધરી-ચણોલ-હડમતિયામાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવાશે

રાજકોટ ડિવિઝનના રાજકોટ-હાપા સેક્શનમાં આવેલા પડધરી-ચણોલ-હડમતિયામાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી આ સેક્શનમાં રેલ ટ્રાફિકને અસર થશે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 19 ફેબ્રુઆરી, 2025થી 2 માર્ચ, 2025 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 20 ફેબ્રુઆરી, 2025 થી 3 માર્ચ, 2025 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
