<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

સુરેન્‍દ્રનગર જીલ્લામાં ર અકસ્‍માતમાં રના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૧ :.. સુરેન્‍દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે અને થાનમાં માર્ગ અકસ્‍માતના ૨ બનાવમાં રના મોત થયા છે.

લખતર-વિરમગામ હાઈવે પર અવારનવાર અકસ્‍માતના બનાવો બને છે.ત્‍યારે અકસ્‍માતના વધુ એક બનાવમાં વળધ્‍ધનું મોત થયુ છે. મળતી માહીતી મુજબ લખતરના લીલાપુર ગામે રહેતા ૬૭ વર્ષીય સાતુનીયા મનજીભાઈ મોહનભાઈ બાઈક લઈને બેંકના કામે લખતર આવી રહ્યા હતા. ત્‍યારે લખતર હાઈવે પર યોગીરાજ ગેસ્‍ટ હાઉસ પાસે પાછળથી માતેલા સાંઢની માફક આવેલા ડમ્‍પરે બાઈકને અડફેટે લીધુ હતુ. જેમાં ડમ્‍પરના પાછળના વ્‍હીલમાં આવી જતા મનજીભાઈનું ઘટનાસ્‍થળે મોત થયુ હતુ.

 અકસ્‍માત સર્જી ચાલક ત્‍યાં જ ડમ્‍પર મુકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા લખતર પોલીસના રાજુભાઈ કુશાપરા સહિતનાઓ દોડી ગયા હતા. અને મળતકની લાશને પીએમ માટે મોકલી ડમ્‍પર ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.

જયારે મધ્‍યપ્રદેશના જાંબુવા જિલ્લાના કલ્‍યાણપુરા ગામમાં રહેતા ૨૭ વર્ષીય શેનુભાઈ દીતાભાઈ માવી તા. ૨૮-૧-૨૫ના રોજ મજુરી કામ અર્થે સુરેન્‍દ્રનગર જિલ્લાના થાન આવ્‍યા હતા. થાનના ભાડુલા વિસ્‍તારમાં આવેલ ખાણોમાં તેમના સાળા મુકેશભાઈ બચુભાઈ મેડા કામ કરતા હતા. તા. ૩૧-૧ના રોજ શેનુભાઈ અને મુકેશભાઈ ટ્રેકટર લઈને ખોડીયાર મંદીર પાણી ભરવા જતા હતા. જેમાં ટ્રેકટર મુકેશભાઈ ચલાવતા અને શેનુભાઈ પંખા પર બેઠા હતા.

 ત્‍યારે સામેથી આવતા ડમ્‍પર ચાલકે ટ્રેકટર સાથે અકસ્‍માત કરતા શેનુભાઈ ફંગોળાયા હતા. જયારે મુકેશભાઈને માથાના અને પેટના ભાગે ઈજા થતા સારવાર માટે દાહોદ લઈ જવાયા હતા. જયાં સારવાર દરમીયાન તા. ૩-૨ના રોજ તેમનું મોત થયુ હતુ. બનાવની અકસ્‍માત સર્જી ડમ્‍પર લઈ ફરાર થનાર ચાલક સામે થાન પોલીસ મથકે તા. ૧૯-૨ના રોજ મોડી સાંજે ફરિયાદ નોંધાઈ છે.  તપાસ પીએસઆઈ એમ. ટી. ગઢવી ચલાવી રહ્યા છે. (પ-૭)

(10:29 AM IST)