<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

કાલથી મહાશિવરાત્રી મેળોઃ ૩૦૦૦ એલઇડી-ફલડ લાઇટનો ઝગમગાટ

જુનાગઢ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા કાલથી દરરોજ રાત્રીના ‘શિવ આરાધના' સાંસ્‍કૃતિક કાર્યક્રમ

 (વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૦ :..  ગિરનારની ગોદમાં  મહાશિવરાત્રીનો મેળો યોજાશે. મેળામા આવતા ભાવિકો જુદી-જુદી સાત જગ્‍યાએથી મેળાનું જીવંત પ્રસારણ માણી શકશે. જેમા મંગલનાથ આશ્રમ, દતચોક, શનિદેવ મંદિર, અગ્નિ અખડા પાસે, ઇન્‍દ્રભારતી ગેટ, જિલ્લા પંચાયત અને ભગીરથ વાડી ખાતે તંત્ર દ્વારા એલ.ઈ.ડી. સ્‍ક્રીન રાખવામાં આવશે. આ ઉપરાંત ત્રણ હજાર એલ.ઇ.ડી. ટયુબલાઈટ તેમજ ફલડ લાઈટથી મહાશિવરાત્રીનો મેળો ઝગમગી ઉઠશે.

જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શનમાં વિવિધ વિભાગો દ્વારા મેળાના સુચારું આયોજન માટે કામગીરી હાથ ધરી રહ્યા છે. મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય ત્‍યારે રાત્રીના સમયે લોકો મેળાનો આનંદ લઈ શકે તે માટે તંત્ર દ્વારા લાઇટિંગની વિશેષ વ્‍યવસ્‍થા માટે ટીમ કાર્યરત કરવામા આવી છે. જેમા ૧૦૦ જેટલા કર્મચારીઓ લાઈટીંગની કામગીરી માટે જોડાયા છે.

પાંચ દિવસીય મેળામા દરરોજ અનેક શ્રદ્ધાળુઓ ભવનાથમા આવતા હોય, શ્રદ્ધાળુઓ અલગ અલગ જગ્‍યાએથી એલ.ઈ.ડી. સ્‍ક્રીન દ્રારા સમગ્ર મેળો જોઈ શકે તે માટે વ્‍યવસ્‍થા કરવામા આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંગલનાથ આશ્રમ, દત ચોક, શનિદેવ મંદિર, અગ્નિ અખડા પાસે, ઇન્‍દ્રભારતી ગેટ, જિલ્લા પંચાયત તથા ભગીરથ વાડી ખાતે એલ.ઈ.ડી. સ્‍ક્રીન મુકવામા આવતા આ જગ્‍યાઓ પરથી મેળો લાઈવ જોઈ શકાશે.

સ્‍થાનિક કલાકારોને સ્‍ટેજ

જૂનાગઢના ભવનાથમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્રના સાંસ્‍કળતિક કાર્યક્રમ એક આગવી ઓળખ ધરાવે છે. અહીં આ વખતે સાંસ્‍કળતિક કાર્યક્રમમાં સ્‍થાનિક કલાકારોને અગ્રતા અપાતા જાણીતા કલાકારોની સાથે સ્‍થાનિક કલાકારોની ટીમને પણ સ્‍ટેજ મળશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમનું સ્‍થળ જે અગાઉના વર્ષોમાં સાંસ્‍કળતિક કાર્યક્રમનો સ્‍થાયી મંચ ભવનાથ મંદિરથી આગળ ઝોનલ ઓફિસ પાસે છે તે આ વખતે રહેશે. તા. ૨૨ થી ૨૫ ફેબ્રુઆરી સુધી સાંજે સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન થશે. (પ-પ)

(10:31 AM IST)