News of Friday, 21st February 2025
જામકંડોરણા પોલીસે અપહરણના આરોપી અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢી

રાજકોટ તા.૨૧: જામકંડોરણા પોલીસે અપહરણના આરોપી અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢી કાર્યવાહી કરી હતી.
જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ પોતાની સગીરવયની દિકરીના અપહરણ બાબતે ફરીયાદ થયેલ હોય રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહએ આરોપીને પકડી પાડવા તથા સગીરાને શોધી કાઢવા સુચના કરેલ હોય જેતપુર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના માર્ગદર્શન તથા સુચના અન્વયે ટેકનીકલ સોર્સ અને હ્મુમન સોર્સ આધારે આરોપીની હકીકત મેળવતા આરોપી તેમજ ભોગ બનનાર જામખંભાળીયાના હંજદાપરા ગામે હોવાની હકીકત મળતા જામકંડોરણા પોલીસ સ્ટાફની ટીમ જામખંભાળીયા ખાતે મોકલી આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢી જામકંડોરણા પોલીસ સ્ટેશન લઇ આવી આરોપી અશ્વીન પોપટભાઇ નાયક (ઉ.વ.૨૦) રહે.હાલ અમરેલી ગામ (મેટોડા પાસે), તા.પડધરી મુળ રહે. લીમડી મેંદરી, નીશાળ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહી જામકંડોરણાના પો.ઇન્સ.શ્રી એલ.જી. નકુમ, પો.સબ.ઇન્સ. કે.એસ. ગળચર, એ.એસ.આઇ. મનજીભાઇ મેઘાભાઇ, રોહીતભાઇ વાઢેળ, ઇલાબેન પરમાર, પો.હેડકોન્સ. સુરેશભાઇ ગોરધનભાઇ, રવીરાજસિંહ ઘેલુભા, પો.કોન્સ. રાજુભાઇ ભોજાભાઇ, રામજીભાઇ મનસુખભાઇ તથા ડ્રા.પો.હેડ કોન્સ. સાજણભાઇ રાવલીયાએ કરી હતી.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
