તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
ર૬ લાખ પ૮ હજારના ચેક રિટર્ન અંગે ચોટીલાની કંપની સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ
સિધ્ધનાથ કોટેક્ષ પ્રા. લી.ના ડાયરેકટરોને હાજર થવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ર૧ :.. ચોટીલા થાન રોડ ઉપર આવેલ સિધ્ધનાથ કોટેક્ષ એન્ડ સ્વીનીંગ મીલના ડાયરેક્ટરોએ સૌરાષ્ટ્રના અનેક ખેડૂતો તથા વેપારીઓ પાસેથી માલ ખરીદી તે અન્વયેનું પેમેન્ટ ન કરતા અને તે અન્વયે સિધ્ધનાથ કોટેક્ષના ડારેક્ટરો વીરૂધ્ધ ગુન્હો પણ દાખલ થયેલ હોય તદઉપરાંત કાયદેસરના માલના લેણા પેટે જુદા જુદા લોકોને ઈસ્યુ કરી આપેલ ચેકો પૈકી શાહ રમેશચંન્દ્ર ભગવાનલાલ પાપરાઈટર પેઢી જોગ માલના લેણા પેટે ઈસ્યુ કરી આપેલ રકમ રૂ&. ૨૬,૫૮,૯૯૬/- નો ચેક રીટર્ન થતા તે અન્વયે રાજકોટની અદાલામાં સિધ્ધનાથ કોટેલ પ્રા.લી. તથા તેના ડાયરેકટરો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવતા રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. સિધ્ધનાથ કોટેક્ષ પ્રા.લી. તથા તેના ડાયરેકટરો વિરૂધ્ધ પ્રોસેસ ઈસ્યુ કરતો હુકમ હુકમ ફરમાવેલ છે.
આ કેસની હકીકત જોઈએ તો રાજકોટમાં વ્હોકાર્ટ હોસ્પીટલ પાસે રહેતા રમેશચંન્દ્ર જીવાણી કે જેઓ જસદણ મુકામે શાહ રમેશચંન્દ્ર ભગવાનલાલ નામની પ્રોપરાઈટર પેઢી ધરાવતા હોય જે ફરીયાદી પેઢી પાસેથી આરોપી કંપનીએ અગાઉ લાખો રૂપીયાનો માલ ખરીદ કરી બાદમાં તેનું પેમેન્ટ કરી દઈ તે રીતે વિશ્વાસ સંપાદીત કરી છેલ્લે રકમ રૂા.૨૯,૭૯,૯૪૯/- નો માલ ખરીદ કરી તેમાથી કવોલીટી એલાઉન્સ/ડેબીટ નોટની ૨કમ રૂા.૧૮,૧૦૧/- તથા બે બીલોના ટી.ડી.એસ.ની રકમ રૂા.પ૧૨૧/- તથા રકમ રૂા.૨પપર/- બાદ કરી રકમ રૂા.૨૬,૫૮,૯૯૬- નું ફરીયાદીનું માલ પેટેનું કાયદેસરનું લેણ અદા કરવા આરોપી કંપની વતી તેના ડાયરેકટરોએ ફરીયાદી પેઢી જોગ ચેક ઈસ્યુ કરી આપી સહી કરી આપી ચેક પાસ થઈ જવા અને પરત નહીં ફરે અને લેશુ વસુલાઈ જશે તેવા આપેલ વચન શબ્દોના ભરોષે સ્વીકારેલ ચેક ફરીયાદી પેઢીએ રાજકોટ મુકામેની તેઓની બેંકમાં ચેક રજૂ રાખતા ચેક પાસ થયેલ નહી અને ચેક રીટર્ન તથા તે અન્વયે આરોપી કંપની અને તેના ડાયરેકટરોને લેણાની માંગણા નોટીસ આપવામા આવેલ.
આ નોટીસો બજી જવા છતા ફરીયાદી પેઢીનુ કાયદેસરનુ લેણુ અદા ન કરી પ્રથમથી જ ફરીયાદી પેઢીનું લેણુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીઓએ થી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપીઓ વિરૂધ્ધ ચેકો રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજૂઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીઓએ ફરીયાદી પેઢી પાસે થી માલ લઈ તે માલની રકમ અદા કરવા ચેક આપી, તે ચેક પાસ થવા ન દઈ આરોપીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઈ (૧) શ્રી સિધ્ધનાથ કોટે પ્રા.લી. અને તેના ડાયરેક્ટરો (૨) વીરેન સુરેશભાઈ લુણાગરીયા (૩) દર્શનભાઈ રમણીકભાઈ ભાલાળા નાઓને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.
ઉપરોક્ત કામમાં ફરીયાદી શાહ રમેશચંન્દ્ર ભગવાનજીલાલ પેઢી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કળણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા રોકાયેલ હતા.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
