તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
ભાવનગરમાં દારૂના જથ્થા સાથે બે સગાભાઈ સહિત ત્રણ શખ્સોને ઝડપાયા

ભાવનગર તા. ૨૨ : ભાવનગરના સિદસર રોડ પરથી દારૂની પેટીઓ ભરી નિકળેલી સ્કોપીયો કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈ કુલ રૂપિયા ૧૪.૯૦ લાખનો મુદ્દામાલ ઝડપી કાયેદસરની કાર્યવાહી કરી હતી. પેરોલ ફર્લો સ્કોડની ટીમે વોચ ગોઠવી શંકાના આધારે સ્કોપીયો નં.જીજે૧૮ઈબી ૪૪૫૬ને અટકાવી તપાસ કરતા તેમાંથી ઈગ્લીંશ દારૂની ૪૮ પેટીઓ મળી આવી હતી. આથી સ્કોંપીયો સાથે રહેલ ત્રણ સખ્સો વાઘેલા રાહુલ હકાભાઈ (રહે.આખલોલ જકાતનાકા), જયપાલ નરેશભાઈ ચાવડા (રહે. સીદસર રોડ હિલપાર્ક) અને નિતીન હકાભાઈ વાઘેલા (રહે. આખલોલ જકાતનાકા)ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં સ્કોપીયો કાર, મોબાઈલ અને ૨.૭૫ લાખનો દારૂ મળી કુલ રૂપિયા ૧૪.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
