<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

શાપર-વેરાવળમાં એનઆરઆઇ મહિલાના બે પ્‍લોટ જેઠના પુત્ર અને પુત્રીએ બોગસ મુખત્‍યાર બનાવી વેચી નાંખ્‍યા

પુર્વયોજીત કાવત્રુ રચનાર રાજકોટ સ્‍થિત ધર્મેશ પારેખ, હેતલબેન શાહ સહિત ૭ શખ્‍સો સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., રરઃ શાપર-વેરાવળમાં એનઆરઆઇ મહિલાના બે પ્‍લોટ જેઠના પુત્ર અને પુત્રીએ પુર્વયોજીત કાવત્રુ રચી બોગસ મુખત્‍યાર બનાવી વેચી નાંખતા જેઠના પુત્ર અને પુત્રી સહિત ૭ શખ્‍સો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ સ્‍મિતાબેન દિલીપભાઇ પારેખ રે. ન્‍યુયોર્ક (અમેરીકા) હાલ પાવન કોમ્‍પલેક્ષ ર૦૧ એસબીઆઇ બેંકની સામે મવડી ફાયર બ્રિગેડની સામે રાજકોટએ જેઠના પુત્ર ધર્મેશ હિરાભાઇ પારેખ રે. મવડી પ્‍લોટ કૃષ્‍ણનગર શેરી નં. ૩ સ્‍વામી નારાયણ ચોક રાજકોટ, જેઠની પુત્રી હેતલબેન શાહ રે. ગોપાલનગર ૯ ઢોલરીયા નગર-૬ શ્રી વિઠ્ઠલ કાળીદાર મહેતા બોર્ડીંગની સામે, દિલીપ શાંતીલાલ ભુત, જયેશ શાંતીલાલ ભુત, શાંતીલાલ નાથાલાલ ભુત રે. ત્રણેય વેરાવળ શાપર અમર વે બ્રીજવાળી શેરી ખોડીયાર મોટર ગેરેજની સામે , પ્રકાશ પ્રેમજીભાઇ દેલવાડીયા રે. રાજકોટ મવડી ધ લીફ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. એ-૧૦ર સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે તથા જસમત ડી.સાંગાણી રે. શાપર વેરાવળ સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ સને-૧૯૯૫ મા હું તથા મારા પતિ અમેરીકા ખાતે રહેતા હતા અને ભારત માં રાજકોટ ખાતે આવેલ ત્‍યારે તા. ૧૧/૦૮/૧૯૯૫ ના રોજ મે શામજીભાઇ ગોવિંદભાઈ પટેલ નાઓ પાસેથી રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામે એસ.આઈ.ડી.સી મેઈન ચેડ શાંતિધામ ગેઈટ નં ૨ ની સામે ના રેવન્‍યુ સર્વે નંબર ૧૬૬ પૈકીના બીન ખેડ વાણની મંજુરી વાળા સબપ્‍લોટ નંબર ૬/૯-એ તથા ૬/૯-બી તથા ૯/ઇ મુજબના કુલ ૧૪૮૩.૬૭ ચોરસ મીટર ( ૧૭૭૪.૪૬ ચોરસવાર ) વાળા કુલ-૩ પ્‍લોટ કિંમત રૂપિયા ૫૧,૯૨૮/- મા ખરીદ કરેલ હતા જેનો સબ રજીસ્‍ટાર કચેરી ગોં ડલ ખાતે દસ્‍તાવેજ અનુક્રમ નંબર ૩૧૭૬ તા. ૧૧/૦૮/૧૯૯૫ થી રજીસ્‍ટર દસ્‍તાવેજ કરાવેલ જે અસલ દસ્‍તાવેજની ફાઇલ મે મારા જેઠના દિકરા ઘર્મેશભાઇ હિરાભાઈ પારેખ રહે.રાજકોટ મવડી પ્‍લોટ કળષ્‍ણ નગર શેરી નં ૩ સ્‍વામીનારાયણ ચોક વાળાને સાચવીને રાખવા માટે આપેલ હતી બાદ હું તથા મારા પતિ અમેરીકા જતા રહેલ હતા અને સને ૨૦૧૩-૨ ૦૧૪ માં ભારત થી મારા જેઠ કનુભાઈ મોહનલાલ પારેખ નો મને ફોન આવેલ અને કહેલ કે પ્રકાશભાઈ દેલવાડીયાએ મે ને વાત કરેલ કે તમારા વેરાવળ (શાપર) ખાતે સ્‍મીતાબેનના નામના પ્‍લોટ મે વેચાતા લઇ લીધેલ છે તેમ મને ફોન થી વાત કરેલ પરંતુ સમયગાળા દરમ્‍યાન હું તથા મારા પતિ અમેરીકા ખાતે હોય અને ઉપરોકત પ્‍લોટનો મારા નામનો જ દસ્‍તાવેજ હોય જેથી મારી હાજરી વગર પ્‍લોટ વેચાણની વાત થતા જેથી મને શંકા લાગતા સને ૨૦૧૫-૨૦૧૬માં હું અમેરી કા થી રાજકોટ ખાતે આવેલ અને ગોંડલ સબ રજીસ્‍ટ્રાર કચેરી ખાતેથી માહિતી મેળવતા જાણવા મળેલ કે તા. ૦૫/૦૪/૨ ૦૦૬ માં હું અમેરીકા ખાતે હોય અને મારી ગેરહાજરીમાં મારા જેઠના દીકરા ધર્મેશ હીરાલાલ પારેખ તથા તેની બહેન હે તલબેન વિપુલભાઈ શાહ રહે રાજકોટ ગોપાલનગર-૯, ઢોલરીયા નગર-૬ શ્રી વિઠલ કાળીદાસ મહેતા બોડીંગની સામે ત થા દીલીપભાઈ શાંતિલાલ ભુત તથા જયેશભાઈ શાંતિલાલ ભુત તથા શાંતિલાલ નાથાલાલ ભુત રહે. વેરાવળ (શાપર) અમર વે બ્રીઝ વાળી શેરી ખોડીયાર મોટર ગેરેજની સામે તથા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ દેલવાડીયા રહે. રાજકોટ મવડી ધ લી ફ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં એ-૧૦૨ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે તથા જસમતભાઈ ડી. સાંગાણી રહે.શાપર (વેરાવળ) વાળા ઓએ પુર્વયોજીત કાવતરૂ રચી મારા અસલ દસ્‍તાવેજ આધારે આ મારા વેરાવળ ખાતે આવેલ પ્‍લોટ નંબર ૬/૯ એ તથા ૬ /૯ બી મા વેંચનાર તરીકે ધર્મેશ પારેખે મારી ખોટી સહીઓ તથા અંગુઠાનું નિશાન કરી તેમજ અસલ દસ્‍તાવેજમાં મારી ભત્રીજી હેતલબેન વિપુલભાઈ શાહે દસ્‍તાવેજમા મારા ફોટાની જગ્‍યાએ પોતાનો ફોટો ચોંટાડી દસ્‍તાવેજ સમયે મારી ખો ટી ઓળખ આપી સબ રજીસ્‍ટ્રાર કચેરી ગોંડલ ખાતે હાજર રહી તથા હકીકતે વેચનાર વ્‍યકતિ પ્‍લોટના મુળ માલીક નહી હોવાનુ જાણવા છતા જમીન ઓછી કીંમતે મેળવવા સારૂ દિલીપ શાંતિલાલ ભુત તથા જયેશ શાંતિલાલ ભુત (સ્‍વસ્‍તીક મેટ લના ભાગીદારો) એ આ પ્‍લોટના દસ્‍તાવેજ માં સહીઓ કરી જમીન ખરીદ કરી દસ્‍તાવેજ વખતે તેમાં શાંતિલાલ નાથાભાઇ ભુત તથા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ દેલવાડીયા તથા જસમતભાઈ ડી. સાંગાણી નાઓએ ખોટી ઓળખ આપી દસ્‍તાવેજ મા ખોટી સાક્ષી તરીકે સહિ કરી ગોંડલ સબ રજીસ્‍ટાર કચેરી ખાતે બોગસ દસ્‍તાવેજ કરાવી લીધેલનુ જાણવા મળેલ છે.

 નેમજ તા.૦૯/૦૫/૨૦૦૭ ના રોજ પણ હું અમેરિકા ખાતે હતી ત્‍યારે મારા જેઠના દીકરા ધર્મેશભાઈ હિરાભા ઈ પારેખ નાઓએ મારા નામની ખોટી પાવર ઓફ એટર્ની બનાવી લઈ વેરાવળ ગામના સર્વે નંબર ૧૬૬ પૈકીની જમીન મા પ્‍લોટ નંબર ૯/ઈ વાળી જમીન ચોરસ મીટર ૪૬-૪૫, ચોરસ વાર ૫૫-૫૫ વાળી ખોટી પાવર ઓફ એટની આધારે ક્રિષ્‍ના બચ્‍ચન ગુપ્તા રહે.વેરાવળ શાંતિધામ સોસાયટી વાળાને તા.૦૯/૦૫/૨૦૦૭ ના રોજ સબ-રજીસ્‍ટાર કચેરી ગોંડલ ખાતે રજીસ્‍ટર વેંચાણ દસ્‍તાવેજ નંબર ૪૨૨૩ થી પ્‍લોટ નંબર ૯/ઈ વેંચાણ કરી દીઘેલ છે બાદ મારા પતિનુ અવસાન થઇ ગયેલ હોય આ ઉપરોકત વ્‍યકિતઓ પૈકી જસમતભાઈ સાંગાણી સીવાયના તમામ લોકોને મળી આ બાબતે પૂછતા તેઓ એ જે તે સમયે આ દસ્‍તાવેજ કરી આપેલ છે હવે આમાં કશુ થાય તેમ નથી તમારે જે કરવું હોય તે કરશે તેમ કહેતા આજરો જ પોલીસ ફરીયાદ કરવા માટે આવેલ છુ અને હાલે આ જગ્‍યાએ તપાસ કરતા હાલે દિલીપ શાંતિલાલ ભુત તથા જયેશ  શાંતીલાલ ભુતનાઓએ સ્‍વસ્‍તીક મેટલ નામનું કારખાનું બનાવી ચલાવે છે.

આ ફરીયાદ અન્‍વયે શાપર-વેરાવળ પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પી.આઇ. આર.બી.રાણા ચલાવી રહયા છે.

(1:21 PM IST)