<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

જુનાગઢ મહાશિવરાત્રી મેળા માટે અન્નક્ષેત્રનો પ્રારંભ

રૂષિરાજ આશ્રમે અવિરત અન્નક્ષેત્રમાં દરરોજ હજારો ભાવિકો ભોજન-પ્રસાદ લેશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રરઃ જુનાગઢ ભરડાવાવ પાસે આવેલ ઋષિરાજ આશ્રમ ગોૈશાળા ખાતેના પંટાગણમા૦ મહંત બલરામદાસબાપુ અને તેમના શિષ્‍યા પુ.મહેશ્વરીદેવીજી દ્વારા આજથી મહાશિવરાત્રી મેળાનો વિધીવત પ્રારંભ થવાની સાથે જ અવિરત અન્નક્ષેત્ર શરૂ કરાયું છે.

પુ.બલરામદાસ બાપુ છેલ્લા એક દાયકાથી પરિક્રમાં તેમજ મહાશિવરાત્રી દરમ્‍યાન સતત એક-એક અઠવાડીયા ;ુધી અન્નક્ષેત્રની સેવા આપવામાં આવે છે.

આ વર્ષે પણ આ અન્નક્ષેત્રનો પ્રારંભ થયો છે. આ અન્નક્ષેત્રમાં ૧૫૦ જેટલા શુધ્‍ધ સિંગતેલના ડબા ૭૫થી વધુ વેસણ ચણાના લોટના કટામાંથી ૫૦૦ કિલો, ચંપાકલી ગાઠીયા અને ૭૦૦ કિલો ગુંદી બનાવવામાં આવેલ છે. આ અન્નક્ષેત્રમાં ૫૦ થી વધુ સ્‍વયંસેવકો દ્વારા ગુંદી ગાઠીયા ઉપરાંત રોટલી- શાક, દાળભાત, કઢી- ખીચડી, સંભારો, પાપડ, દુધ-છાસ ગિર ગાયોનું ભાવપૂર્વક પિરસવામાં આવશે.

આ આશ્રમ દ્વારા ગોૈશાળા મહિનામાં ત્રણ વખત બટુક ભોજન સહિત જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહાય પણ આપવામાં આવે છે. આ સેવાયજ્ઞમાં સહભાગી થવા ઇચ્‍છતા દાતાશ્રીઓએ મો.નં.૭૬૨૩૯ ૦૬૫૨૮ ઉપર સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(12:19 PM IST)