તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
ખંભાળિયામાં તસ્કરોનો ત્રાસ : એક સાથે પાંચ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોનાના દાગીના ઉઠાવી ગયા
સરકારી કોલોનીની પાછળ દીવાલ તૂટી ગઈ હોય તસ્કરોએ તંત્રની બેદરકારીનો લાભ લીધો : સરકારી કર્મચારીઓ શનિ રવિ રજામા બહાર ગયા હોવાથી તસ્કરોએ તેનો લાભ લીધો અને ચોરીની ઘટના બની

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૨ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે.એક સાથે પાંચ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોનાના દાગીના ઉઠાવી જતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે
પ્રાપ્ત માહિતી મુજબ ખંભાળિયામાં તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે જિલ્લા સેવા સદન ની સામે સરકારી કોલોની માં એક સાથે પાંચ મકાનને નિશાન બનાવીને તસ્કરો રોકડ સોનાની બુટી જેવી વસ્તુ ઉપાડી ગયા છે.
બે દિવસ પહેલા શક્તિનગરમાં એક મકાનમાં ચોરી તથા એક લેબોરેટરીમાં પણ ચોરી થયેલી રાત્રિ પેટ્રોલિંગ કડક કરવા માંગ કરવામાં આવી છે.
સરકારી કોલોનીની પાછળ દીવાલ તૂટી ગઈ હોય તસ્કરોએ તંત્રની બેદરકારીનો લાભ લીધો છે.સરકારી કર્મચારીઓ શનિ રવિ રજામા બહાર ગયા હોવાથી તસ્કરોએ તેનો લાભ લીધો છે અને ચોરીની ઘટના બની હતી.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
