<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

સરકારના ગરીબ અને ખેડુત લક્ષી બજેટને આવકારતા સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્‍ય મહેશભાઇ કસવાળા

ડીસા થી પીપાવાવ સુધીના માર્ગને નમો શકિત એકસપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશેઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ સરકારનું સૌથી મોટુ જનકલ્‍યાણ બજેટઃ મહેશ કસવાલા

(ઇકબાલ ગોરી, દિપક પાંધી દ્વારા)સાવરકુંડલા તા.રરઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીજીના માર્ગદર્શન હેઠળ શ્નવિકસિત ગુજરાતના નિર્માણ માટે વિકસિત ગુજરાતના વિઝન અને જનકલ્‍યાણના મિશન સાથેનું જાજરમાન બજેટ રજૂ કરવા બદલ માનનીય મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર ધારાસભ્‍ય મહેશ કસવાળાએ માન્‍યો છે.

ગુજરાત  સરકારના  બજેટમાં અનેકવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્‍યા છે, જે રાજ્‍યના સર્વાંગી વિકાસને વેગ આપશે.આ  બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ રૂા. ૫૯,૯૯૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે શિક્ષણના સ્‍તરમાં સુધારો લાવવા અને યુવાનોને વધુ સારી તકો પ્રદાન કરશે.,મહિલા અને બાળ વિકાસ માટે રૂા. ૭૬૬૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે મહિલા સશક્‍તિકરણ અને બાળકોના વિકાસને પ્રોત્‍સાહન આપશે, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને સ્‍વાદિષ્ટ ભોજન મળી રહે તે માટે રૂા. ૫૫૧  કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્‍ય નું સને ૨૦૨૫-૨૬ ના વર્ષ નું ગરીબ,ખેડૂત લક્ષી બજેટ રજુ કરી ગુજરાત ના વિક્‍સને ને વેગન આપનાર હોય તેથી માનનીય મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ તથા નાણાં મંત્રી  કનુભાઈ દેસાઇ નો  આભાર વ્‍યકત કરી આ બજેટને સાવરકુંડલા વિધાન સભાના ધારાસભ્‍ય  મહેશ ભાઈ કસવાળા દ્વારા આવકારમાં આવેલ છે તેમ અટલ ધારા કાર્યાલય ની યાદી જણાવે છ.

(1:28 PM IST)