<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

ધારીના દલખાણીયાની સીમમાં પ્રેમીએ મિત્ર સાથે મળી પ્રેમિકાના મંગેતરની હત્‍યા કરી

લગ્ન ન થવા દેવા હત્‍યાઃ ઇન્‍સ્‍ટાગ્રામ ફોન ઉપર ધમકીઓ આપેલીઃ મૂળ મીઠાપુર નક્કી ના યુવાનોને સુરતથી બોલાવી પ્રેમી સહિત બે મુસ્‍લિમ શખ્‍સોએ ધારદાર હથિયારોના ઘા જીકી હત્‍યાઃ મારે ચકચાર

(અરવિંદ નિર્મળ દ્વારા ) અમરેલી તા. રર :..   ધારી તાલુકાના મૂળ મીઠાપુર નક્કી ના અને હાલ સુરત રહેતા યુવાનની દલખાણીયા ની સીમમાં બોલાવી પ્રેમિકા સાથે લગ્ન ન થયા તેવા પ્રશ્ન બે મુસ્‍લિમ શખ્‍સોએ ધારદાર હથિયારોના ઘા જીકી હત્‍યાનીપજાવતા ચકચાર મચી જવા પામી હતી.

 આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે ધારી તાલુકાના મૂળ મીઠાપુર નથી ગામે રહેતા અને હાલ સુરત મુકામે માતળશક્‍તિ શેરી નંબર ૫ માં રહેતા મજૂરી કામ કરતા મુન્નાભાઈ ઉર્ફે મનોજભાઈ મોહનભાઈ મકવાણા ના પુત્ર વિશાલ ના લગ્ન રૂપલબેન સાથે નક્કી થયેલા હોય પરંતુ રૂપલ સાથે ખાંભા પંથકના ખડાધાર ગામના સોયેબ સમા નામના શખ્‍સને પ્રેમ સંબંધો હોવાથી વિશાલને ઈન્‍સ્‍ટાગ્રામ ફોન ઉપર  મારી નાખવાની ધમકીઓ આપેલી હતી છતાં પણ વિશાલ અને રૂપલના લગ્ન નક્કી થતાં સારું નહીં લાગતા સોયબ અને તેના મિત્ર રહેવાસી મૂળ સમઢીયાળા ૨ તા. ખાંભા અને હાલ સાવરકુંડલાના બગોયા નિશાળ પાસે સોયેબ બાબુ ઝાખરા મળી વિશાલ ને ફોન ઉપર ધારીના દલખાણીયા ગામની સીમમાં બોલાવી ધારદાર હથિયારોના ઘા મારી વિશાલ ની હત્‍યા કરતા પોલીસે ધોરણ સરનીકાર્યવાહી હાથ ધરી હતી

 સાવરકુંડલાના યુવાન સાથે પોણા લાખની ઠગાઈ

 સાવરકુંડલામાં આસોપાલવ સોસાયટીમાં રહેતા આકાશ હરેશભાઈ ડાભી ને વોટ્‍સએપ નં.૯૦૩૦૨૭૮૪૫૮ મેસેજથી વાત કરી અજાણી વ્‍યક્‍તિ દ્વારા ૨૦ થી ૨૫ મિનિટમાં રૂપિયા ૩૫૦૦ કમાઈ શકશો તેવી લાલચ આપી અલગ અલગ તારીખે ફોન પે દ્વારા ટ્રાન્‍જેક્‍શન કરાવડાવી રૂપિયા ૮૨,૩૨૧ ની ઠગાઈ કર્યાની  ફરિયાદ પોલીસમાં થવા પામી હતી

 સાવરકુંડલામાં નાયબ કલેકટર ના ઘરમાંથી નોકરાણી એહાથ ફેરો કર્યો

 સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર નિર્દોષાનંદ વાટિકા સોસાયટી માં રહેતા અને મૂળ૧૫ જનક સોસાયટી નવરંગ કુળની સામે નારાયણપુર અમદાવાદના વતની નાયબ કલેકટર જીલભાઈ વિજયભાઈ પટેલ ના રહેણાંક મકાનમાંથી શબનમબેન ગુલ મહંમદ ભાઈ ચૌહાણ નામની નોકરાણીએ ઘર કામ દરમિયાન રોકડ રકમ તથા સોનાની વીંટી મળી કુલ ૯૫.૫૦૦ ની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં થવા પામી હતી

 અમરેલીમાં જુગાર

રમતા ચાર ઝડપાયા

 અમરેલીમાં સડિયા ટીંબા નજીક રહેતા જયંતીભાઈ જગાભાઈ પરમાર, પંકજ લલ્લુ પરમાર, મુકેશ મનુ વાઘેલા, બહાદુર વલ્લભ નામના ચારેય શખ્‍સોને જકાતનાકા પાસે જાહેરમાં પોલીસે રેડ પડી કિ. રૂ ૧૦૨૦૦ નો જુગાર રમતા ઝડપી લીધા હતા.

(2:00 PM IST)