તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 22nd February 2025
ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો મંગલારંભ
ભવનાથ તળેટીમાં ૫ દિવસ ભજન, ભક્તિ, ભોજનનો ત્રિવેણી સંગમ રચાશેઃ પાંચ દિવસ સુધી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૨૨:ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો મંગલારંભ થતા તળેટી વિસ્તારમાં ધર્મમય માહોલ છવાઈ ગયો છે. અને ભવનાથ તળેટીમાં ૫ દિવસ ભજન, ભક્તિ, ભોજનનો ત્રિવેણી સંગમ રચાવાનું શરૂ થઈ ગયું છે.
આજે સવારે વહીવટી તંત્ર દ્વારા સાધુ સંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં ગરવા ગિરનારની ગોદમાં બિરાજતા ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજાની વિધિવત રીતે પૂજા વિધિ કરવામાં આવી હતી. અને કલેકટર અનિલ રાણાવસિયાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને સાધુ સંતોએ ધુણા ધખાવી ભજન ભક્તિ શરૂ કર્યા હતા. આ સાથે જ પાંચ દિવસનો શિવરાત્રી મેળો શરૂ થયો હતો.
મેળાનો પ્રારંભ થતાં ની સાથે જ ૧૦૦થી બધું અન્ન ક્ષેત્ર ધમધમતા થઈ ગયા છે. મેળામાં આવનારા ભાવિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં તે માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા લાઈટ પાણી સફાઈ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા પણ રાવટીઓ ખાતે બંદોબસ્ત શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાવિકોને વાહન પાર કરવામાં મુશ્કેલી ન થાય એ માટે પોલીસ વિભાગ દ્વારા આ વખતે નવી પહેલ કરવામાં આવી છે જેમાં મેળાના તમામ પ્રવેશ દ્વાર પર કયુઆર કોડ રાખવામાં આવ્યા છે. તેને સ્કેન કરી હાય લખી સેન્ડ કરતા જ શહેર અને જિલ્લાની પસંદગીનો વિકલ્પ પૂછવામાં આવશે. પસંદગી કર્યા બાદ ગૂગલ મેપ ઓપન થશે તે જગ્યાએ વાહન પાર્ક કરી શકાશે હીરાની પસંદગી મુજબ ર્પાકિંગ સ્થળનો મેપ બતાવવામાં આવશે. મેળા દરમ્યાન વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પીજીવીસીએલ દ્વારા ૩૨ હંગામી વીજ જોડાણ આપવામાં આવ્યા છે. મેળા દરમિયાન ૨૫૦૦ કિલો વોટની જરૂરિયાતને લઈ ૩૧ ટીમ કામગીરી કરશે. મેળામાં આવતા ભાવિકોની આરોગ્ય સુવિધા માટે ભરડાવાવથી દામોદર કુંડ સુધી ત્રણ વધુ મીની દવાખાના કાર્યરત કરવામાં આવ્યા છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
