તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
પોરબંદરમાં સ્વામી દયાનંદ સરસ્વતીની ત્રિ-દિવસીય આત્મકથાનો પ્રારંભ
ન્યુ દિલ્હીના રાજયોગી આચાર્ય ભદ્રકામવર્ણીના મુખે રસપાનઃ યોગવીરોનું સન્માન

પોરબંદર તા. રરઃ આર્ય સમાજ ખાતે શ્રી મહર્ષિ દયાનંદસરસ્વતી નુ જીવન ચરિત્ર નું સંપાદન કરનાર ન્યૂ દિલ્હીના રાજયોગી આચાર્ય ભદ્ર કામ વર્ણી નાં મુખે ‘‘દયાનંદ સરસ્વતી ની આત્મકથા'' નું ત્રિ -દીવસીય અલૌકિક ચરિત્રનો પ્રારંભ થયો છે.
આર્ય સમાજના પ્રમુખ શ્રી ધનજીભાઈ આર્ય એ આર્ય સમાજની સ્થાપના થી લઈ ને મહર્ષિ દયા નંદ ના જીવન પ્રસન્ગો સાથે તત્કાલીન સમાજમ વ્યાપ્ત અંધશ્રદ્ધા, કુરીતિ મૂર્તિ પ્રથા, સતી પ્રથા જેવા દૂષણો દૂર કરવામાં મહર્ષિના પ્રદાનનો ઉલ્લેખ કરી દેશ વિદેશ માં આજે ૧૦.૦૦૦ હજાર આર્ય સમાજ છે તેનો આનંદ વ્યક્ત કરી સૌ મહાનુભાવો ને આવકાર્યા હતાંશ્ર
આત્મકક્ષાના પ્રથમ દિને ન્યૂ દિલ્હી થી પધારેલ સ્વામીજી નું જીવન ચરિત્ર નું સંપાદન કરનાર રાજયોગી આચાર્ય ભટ્ટ કામ વર્ણી એ સ્વામી દયા નદ સરસ્વતી ની અજ્ઞાત ઘટનાઓ અંગે બે કલાક સુધી વર્ણન કરીને સ્વામી ના ટંકારા થી સિદ્ધપુર પાટણ અને આબુ સુધીની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો.
સ્વામિ મહર્ષિ દયાનંદ સરસ્વતી ની ૨૦૦મી જન્મજયંતી અને આર્ય સમાજ ની ૧૫૦ મા સ્થાપના દિન ઉપલક્ષ્ય મા શ્રી દયાનંદ સરસ્વતી ની ૧૦, મી તિથિ પ્રસગે દયાનંદ સરસ્વતી ની આત્માકથા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. મુખ્ય મહેમાન તરીકે ગૂજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મંત્રી દિપકભાઇ જે. ઠકરાર, સૌરાષ્ટ્ર ક્ષેત્ર ગૂજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભાના મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ગૂજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના કોષાધ્યક્ષશ્રી વિજયભાઈ બોરિયા તેમજ અતિથિ વિશેષ તરીકે સર્વ શ્રી આર્ય સમાજ રાજકોટના પ્રમુખ શ્રી નટવરસિંહ પરમાર, આર્ય સમાજ ધ્રાંગ્ધરા ના પ્રમુખ ભરત ભાઈ સોનગરા, આર્ય સમાજ ધ્રાંગધ્રા ના મંત્રી જેરામભાઈ કણ જારીયા, ગૂજરાત યોગ બોર્ડ પોરબંદર જિલ્લા યોગ કોરડીનેટર કેતનભાઈ કોટીયા તેમજ સમાજ શ્રેષ્ઠિદાતા જામનભાઈ વિઠલાણી, જાણીતા સાહિત્ય કાર નરોત્તમભાઈ પલાણ, ઉદ્યોગપતી પદુભાઈ રાઈ ચુરા, ચેમ્બર ઓફ પ્રમુખ ના પ્રમુખ અનિલભાઈ કારીયા, પ્રમુખ શ્રી જીતેનભાઈ હાથી, જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા ઉપસ્થિત રહ્યા હતાં.
જિલ્લાના વાઇસ પ્રેસીડન્ટ યોગાસન સ્પોર્ટ્સ એશોસીએશન સૂરજભાઈ મસાણી તેમજ જિલ્લાના યોગ કોચ પરેશભાઈ દુબલ, ઉર્મિલાબેન પાજરી, જીગ્નાબેન ગોસ્વામી, કિરણબેન થાકવાની, રીતલબેન બાદર સાહી, શ્રી માલતીબેન સોલંકી (સોશિયલ મીડિયા કોરડીનેટર), ભાવનાબેન બદરશાહી, શ્રી કોમલબેન ભદ્રેચા મનીષાબેન લોઢારી, પ્રીતિબેન કોટેચા, જયશ્રીબેન સીસોદીયા નું મહાનુભાવોના હસ્તે ઉસ્મા વષા દ્વારા કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવેલ હતાં.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
