News of Sunday, 23rd February 2025
ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ભ્રષ્ટાચાર થયો ! ભાજપના નેતા ડો. કાનાબારે કર્યું ટ્વીટ
અમરેલી વિસ્તારમાં ડૉ. કાનાબાર અનેક વખત પોતાના પક્ષ કે અધિકારીઓના કાન આમળતા જોવા મળે છે:વડાપ્રધાનને ટેગ કરી ખુલ્લા શબ્દોમાં APMCમાં થયેલ છેતરપિંડી અને ભ્રષ્ટાચાર વિશે ટ્વીટ કર્યું

અમરેલી જિલ્લાના ભાજપના નેતા ડૉ. ભરત કાનાબાર પોતાના ટ્વિટને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આ દરમિયાન ડૉ. કાનાબાર પોતાના પક્ષ હોય કે અધિકારીઓ હોય સાચું કહેવાય માટે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હવે તેમણે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી મુદ્દે ટ્વિટ કર્યું છે.
અમરેલી વિસ્તારમાં ડૉ. કાનાબાર અનેક વખત પોતાના પક્ષ કે અધિકારીઓના કાન આમળતા જોવા મળે છે. ત્યારે આજે ફરી એક વખત ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે ટ્વિટ કર્યું છે. વડાપ્રધાનને ટેગ કરી ખુલ્લા શબ્દોમાં APMCમાં થયેલ છેતરપિંડી અને ભ્રષ્ટાચાર વિશે ટ્વીટ કર્યું છે.
આ વર્ષે ગુજરાત સરકારે મગફળી માટે નક્કી કરેલ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે 250 થી 350 રૂપિયા જેટલો તફાવત હતો. ભાવફેરનો ફાયદો લેવા મોટાભાગના માર્કેટ યાર્ડમાં વેપારીઓ,ખરીદી સાથે જોડાયેલ અધિકારીઓ અને વચેટિયાની ટોળકીઓ સક્રિય હતી. જેમણે મગફળીનું વાવેતર ના કર્યું હોય તેવા ખેડૂતની જમીનના 7-12 રજૂ કરી બજારમાંથી નીચા ભાવે નબળી કક્ષાની સિંગ ખરીદી ટેકાના ભાવે ધાબડી દીધી. મિલીભગતથી થયેલ આવી ખરીદીનો આંકડો કરોડોનો થાય છે. ધિક્કાર છે એ અધિકારીઓને જેમણે તેમને જે પગાર ચૂકવે છે એ સરકાર સાથે છેતરપિંડી કરી ! એ વેપારીઓને જેમણે કોકના 7-12 બતાવી બજારમાંથી ખરીદેલ સિંગ ટેકાના ભાવે પધરાવી દીધી. શરમ છે એ ખેડૂતોની હરકત પર જેઓ જાણ્યે - અજાણ્યે પોતાની જમીનના 7-12 અન્યોને આપી આ કાવતરામાં શામિલ થયા.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
