News of Monday, 24th February 2025
ગાંધીધામમાં આયાતી લાકડાની ૫ પેઢીઓ ઉપર અમદાવાદની ટીમના દરોડા ૩૭ કરોડની જીએસટી ચોરી ૪૩ કરોડની રોકડ ઝડપાઈ
જીએસટી ઇન્ટેલિજન્સ ટીમે એમ.કે. ટિમ્બર, પીઆર વૂડ, સરસ્વતી વૂડ, શ્યામ વૂડ સહિત ૫ પેઢીઓમાં સર્ચ ઓપરેશન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૪: વિદેશથી આયાતી લાકડું મંગાવી તેનું રોકડમાં વેચાણ કરી જીએસટી ચોરી કરવાના મુદ્દે અમદાવાદની ડીજીજીઆઈ ટીમે ગાંધીધામની પાંચ પેઢીઓ સામે સર્ચ ઓપરેશન કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જીએસટી ઇન્ટેલિજન્સ ટીમે એમ.કે. ટિમ્બર, પીઆર વૂડ, સરસ્વતી વૂડ, શ્યામ વૂડ સહિત ૫ પેઢીઓમાં સર્ચ દરમ્યાન ૩૭ કરોડની જીએસટી ચોરી ઝડપાઈ છે. તપાસ દરમ્યાન એક પેઢીમાંથી ૪૩ કરોડ રોકડા મળી આવ્યા છે. બિલ વગર રોકડે માલ વેંચી ૧૮ ટકા જીએસટી ચોરી કરવાના મુદ્દે કાર્યવાહી કરી આ પેઢીઓના લેપટોપ, કોમ્પ્યુટર અને ડિજિટલ બિલ અંગે ઊંડી તપાસ હાથ ધરી ડાટા પ્રોસેસિંગ અર્થે નેશનલ ફોરેન્સિક સાયન્સ લેબમાં મૂકવામાં આવ્યો છે.(૬.૪)
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
