News of Monday, 24th February 2025
ટોલનાકુ બંધ કરવાની માંગઃ કાલથી ગોંડલ ઉમવાડા ચોકડીએ ઉપવાસ આંદોલન
રાજકોટ-જેતપુર વચ્ચેનું ટોલનાકુ બંધ કરાવવાના આંદોલનને કોંગ્રેસનો ટેકોઃ આવેદનપત્ર પાઠવીને રજૂઆત

(જયસ્વાલ ન્યુઝ-જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૪ :.. રાજકોટ જેતપુર વચ્ચેના ૬૦ કી.મી.ના અંતરમાં આવેલ હાઇવે પરનું એક ટોલનાકું બંધ કરાવવા હવે આંદોલન નું રણશિંગુ ફૂકાયું છે ત્યારે પ્રજાલક્ષી આ આંદોલનને ગોંડલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.
રાજકોટથી જેતપુર વચ્ચેના નેશનલ હાઇવે પર ૬૦ કી.મી.ના અંતરમાં બે ટોલનાકા ધમધમી રહેલા છે જે ગેરકાયદેસર છે ૬૦ કી.મી.ના અંતરમાં માત્ર એકજ ટોલનાકું હોઈ શકે તેમ કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરી એ લોકસભમાં તા.૨૨-૩-૨૦૨૨ ના નિવેદન આપેલ છે.ત્યારે ભરૂડી અને પીઠડીયા ખાતે આવેલા બે ટોલ પ્લાઝા માથી કોઈ એક ટોલ પ્લાઝા બંધ કરાવવા માટે ગોંડલ ના એડવોકેટ ધ્રુવકુમાર કાછડીયા એ ગોંડલ ઉમવડા ચોકડી એ ખોડલદીપ હોટલ સામે ગોકુલવાટીકા ના દ્વાર નજીક આવતીકાલે તા.૨૫ થી બે મુદતી ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે. આ અંગે કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરી,રાજ્ય ના મુખ્યમંત્રી,જીલ્લા કલેક્ટર રાજકોટ,એસ.પી.કચેરી રાજકોટ ગ્રામ્ય,નેશનલ હાઇવે ઓથોરીટી ઓફિસ માધપર ચોકડી, ગોંડલ શહેર મામલતદાર, ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન,ને આવેદન પાઠવીને આ અંગે જાણ કરાઇ છે. જનહીતના આ આંદોલન ને ગોંડલ શહેર તથા તાલુકા કોંગ્રેસ પાર્ટીએ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.અને પ્રજાના પ્રશ્ને પ્રજા સાથે રહેવાની જાહેરાત કરી છે આમ આ આંદોલન શરૂ થાઈ એ પહેલા જ જનહિતના પ્રશ્ને લોકમત કેળવાતો જાય છે અને આંદોલન વધુ મજબુત બને અને અન્ય પક્ષો કે આગેવાનો કાર્યકરો તમામ સમાજ સેવા સંસ્થાનો, ધાર્મિક સંસ્થાનો ના હોદેદારો, તમામ સમાજના આગેવાનો તેમજ તમામ ઇન્ડસ્ટ્રીઝ જેમ કે શાપર, મેટોડા, આજી ડેમ, રીબડા, લોધિકા,જામવાડી,ભૂણાવા,જેતપુર ડાઇંગ એસોસીએસન, આ આંદોલન માં જોડાઇ તેવી ધ્રુવ કાછડીયા એ નમ્ર અપીલ છે.સરકાર હાઇવે તંત્ર આ બાબતે તાકીદની અસરથી જાગે અને નાગરિકોના નિર્ણય જાહેર કરે તેવી લોકમાંગ પ્રબળ બની રહી છે. (પ-૮)
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
