News of Monday, 24th February 2025
વેરાવળના બોડાતના પાટીયે કારની ઠોકરે રણમલભાઇ બામણીયાનું મોત
વૃધ્ધ લગ્નપ્રસંગ પતાવી રિક્ષામાંથી ઉતરી ચાલીને ઘરે જતાં હતાં ત્યારે બનાવઃ રાજકોટ સિવિલમાં મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૪: વેરાવળ સોમનાથના બોડાત ગામે રહેતાં રણમલભાઇ સીદીભાઇ બામણીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ ગામના પાટીયા પાસે કારની ઠોકરે ચડી જતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ બોડાત રહેતાં રણમલભાઇ બામણીયા ગત ૨૧મીએ લગ્નપ્રસંગમાં ગયા હતાં. ત્યાંથી સાંજે સાડા પાંચેક વાગ્યે પરત આવી ગામના પાટીયા પાસે રિક્ષામાંથી ઉતરીને ઘરે પગપાળા જતાં હતાં ત્યારે અજાણી કારના ચાલકે ઉલાળી દેતાં ગંભીર ઇજા થઇ હતી. કારચાલકને આગળ ગામ લોકોએ પકડી લઇ પોલીસને સોંપ્યો હતો.
રણમલભાઇને ગંભીર ઇજા થતાં વેરાવળ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને સંતાનમાં ત્રણ દિકરી અને ચાર દિકરા છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
