<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

લીંબડી પાસે મહિસાગર જીલ્લાના સ્‍કુલ પ્રવાસની બસ ડમ્‍પર સાથે અથડાતા ૧૧ ને ઇજા

વઢવાણ, તા., ર૪: લીંબડી-અમદાવાદ હાઇવે પર ચોરણીયા ગામ પાસે સ્‍કુલ બસ અને ડમ્‍પર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં પ૭ પૈકી ૯ વિદ્યાર્થીઓ અને ર શિક્ષકોને ઇજા પહોંચી છે.

મહીસાગરના લીમડી ગામની પ્રાથમિક શાળાનો પ્રવાસ હોવાની માહિતી મળી રહી છે. વિદ્યાર્થીઓને દ્વારકા પ્રવાસે લઈ જવાતા હતા, ત્‍યારે સુરેન્‍દ્રનગરમાં બસને અકસ્‍માત નડ્‍યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્‍થળે આવી પહોંચી હતી અને અકસ્‍માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. અકસ્‍માત સર્જાતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરી તમામ ઇજાગ્રસ્‍તોને હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.

ચોરણીયા નજીક ડિવાઈડરને કારણે અવારનવાર અકસ્‍માત સર્જાતા હોવાનું સામે આવ્‍યું છે. અકસ્‍માતની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઘટનાસ્‍થળે એકત્ર થયા હતા. લીંબડી પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી અકસ્‍માત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:53 AM IST)