News of Monday, 24th February 2025
જસદણના બળધોઇ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કરાયું
રૂ. ર૭ લાખના ખર્ચે બનનાર પેટા આરોગ્ય કેન્દ્રમાં લેબર રૂમ, વેઇટીંગ એરીયા, એકઝામિન રૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ર૪: જળ સંપતિ અને પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના બળધોઇ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પેટા આરોગ્ય કેન્દ્ર રૂ.૨૭,૨૮,૦૪૮/- ખર્ચે હોસ્પિટલ વિભાગ અને રહેણાંક વિભાગ તૈયાર કરવામાં આવશે. જેમાં લેબર રૂમ, વેઈટીંગ એરીયા, એકઝામિન રૂમ, ટોઇલેટ અને રહેઠાણ વિભાગમાં લીવીંગ રૂમ, બેડ રૂમ, કિચન, બાથરૂમ, ટોઇલેટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે.
આ તકે પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા મલેરિયા અધિકારીશ્રી, આરોગ્ય વિભાગના સટાફ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં ગામના આગેવાનો વડીલો સહિત ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ ૨૨.૦૨.૨૦૨૫ નાં જીલ્લા પંચાયત રાજકોટ સાણથલી સીટ નાં ગામ કાનપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં પેટા આરોગ્ય કેન્દ્ર બળધોઇ ગામ માં નવા બિલ્ડીંગ નું કામ મંજૂર કરવામાં આવેલ છે તેમાં રકમ રૂપિયા ૨૭ લાખ નાં ખર્ચે અદ્યતન સાધનો લોકો ની સુખાકારી માટે તૈયાર થશે જેમાં જસદણ વિધાનસભા નાં ધારાસભ્ય અને ગુજરાત સરકાર નાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું બળધોઇ.દડવા.સાણથલી શાંતિનગર તેમજ આજુબાજુના ગામ નાં આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા આરોગ્ય વિભાગ ના અધિકારી કર્મચારીઓ દ્વારા આરોગ્ય નેં લગતી માહિતી આપી હતી. જીલ્લા પંચાયત રાજકોટ સાણથલી સીટ નાં આગેવાન વિનુભાઈ ધડુક ની યાદી જણાવે છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
