<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

લગ્ન પ્રસંગે બ્‍યુટી પાર્લરમાંથી તૈયાર થઇને પરત ફરતી વેળા બસ સાથે ટકરાતા કારમાં બેસેલા વરરાજાના માતાનું મૃત્‍યુ

રાણપુર પાસેની ઘટનાઃ ઝાલાવાડમાં ત્રણ અકસ્‍માતઃ બેના કરૂણ મોત

વઢવાણ તા. ર૪ :..  ત્રણ અલગ-અલગ અકસ્‍માતની ઘટનાઓ સામે આવી છે, જેમાં બે વ્‍યક્‍તિના મોત થયા છે, જયારે કેટલાય વ્‍યક્‍તિઓ ઘાયલ થયા છે.  ધંધુકા-રાણપુર રોડ પર અકસ્‍માતમાં

 નાગનેશ ગામ પાસે  જેમાં કારમાં પાંચ વ્‍યક્‍તિઓ સવાર હતા, જેમાંથી અકસ્‍માતમાં ૧ મહિલાનું ઘટનાસ્‍થળે મોત થયું, જયારે અન્‍ય ૨ વ્‍યક્‍તિઓ ઇજાગ્રસ્‍ત થઈ ગયા.

કારમાં સવાર ૫ વ્‍યક્‍તિઓ નાગનેશ  પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાને લીધે વરરાજાની માતા તૈયાર થવા માટે બ્‍યુટીપાર્લરમાં ગયા હતા. ત્‍યારે બ્‍યુટીપાર્લરમાંથી પરત ફરતી વખતે કાર અને બસ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો, જેમાં વરરાજાની માતાનું મળત્‍યુ નીપજ્‍યું છે. ત્‍યારે ઘરમાં શુભ પ્રસંગ શોકના માહોલમાં ફેરવાઈ ગયો હતો.

સુરેન્‍દ્રનગરમાં ડમ્‍પર ચાલકો બેફામ બન્‍યા છે.  વઢવાણમાં ડમ્‍પર ચાલકે રાહદારીને હડફેટે લીધો હતો. જેમાં એક યુવકનું મોત નીપજ્‍યું છે. ડમ્‍પરચાલક અકસ્‍માત કરીને ઘટના સ્‍થળેથી ફરાર થઈ ગયો વઢવાણ પોલીસે આ મામલે આગળ તપાસ હાથ ધરી છે.

મિત્રને માર માર્યો

શહેરના મોચી બજાર વિસ્‍તારમાં રહેતા ફરિયાદી એજાઝભાઈ કાદરભાઈ મોવર (ઉ.વ.૨૨)ને તેના મિત્ર જયપાલ દેવીપુજકે ફોન કરી રિવરફ્રન્‍ટ રોડ પર ગાય સર્કલ પાસે ચા-પાણી પીવા માટે બોલાવતા ફરિયાદી ત્‍યાં ગયો હતો.

 ત્‍યાં મિત્ર જયપાલ તેમજ અજીત બંને સાથે ચા-પાણી પીધા બાદ જયપાલે ફરિયાદી પાસે ઉછીના રૂપિયા માંગતા ફરિયાદીએ પૈસા નહિં હોવાથી આપવાની ના પાડતા બંને શખ્‍સો ઉશ્‍કેરાઈ ગયા હતાં.  અને એકસંપ થઈ ગાળો આપી ફરિયાદીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તેમજ અજીતભાઈએ છરી વડે બંને પગે ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ બે શખ્‍સો જયપાલભાઈ ભરતભાઈ દેવીપુજક અને અજીત શૈલેષભાઈ કોળી બન્ને રહે.કુંભારપરાવાળા સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(2:25 PM IST)