તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
ઉનામાં મહિલા તબીબના મિત્ર સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી રૂપિયાની માગણી કરનાર દંપતી ઝડપાયુ
વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલની ધમકી આપેલઃ બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશે

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૪ :.. મહિલા તબીબના તેના મિત્રો સાથેની અંગત પળોનો વીડિયો ઉતારીને આ વીડિયો સોશ્યલ મીડિયામાં મુકવાની ધમકી આપીને રૂપિયાની માગણી કરનાર ર આરોપીઓ પતિ-પત્નીને પોલીસે પકડી લીધા છે. આરોપી દંપતીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવામાં આવશે.
ઉના પોલીસ સ્ટેશન મા ત્રણ માસ પહેલા ઊના ની મહિલા તબીબ એ સાયબર ક્રાઇમ મા પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ઊના માં રહેતા અને પોતાને પત્રકાર તરીકે ઓળખ આપેલ મણીલાલ ઉર્ફે અજય રામજી ભાઈ ચાદોરા અને તેમની પત્ની દિવિયા બેન ઉફેઁ કાવ્યા બેન મણીલાલ ચાદોરા રે. ઊના વાળા એ તેમની અંગત પળો નો વિડિયો ઉતારેલ હતો અને રૂપિયા આપો નહીંતર આ વિડિયો યુ ટયુબ મા વાઇરલ કરવા ની ધમિકી આપી હતી.
આ અંગેની તપાસ ઊના ની પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્ર સિંહ એન રાણા અને સ્ટાફ કરી રહ્યા હતા જેમાં અગાઉ ચાર આરોપી પકડાઈ ગયા હતા. મુખ્ય બે આરોપી નાસ્તા ફરતા હતા. જેને પકડવા ઊના પ્રાંત ના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચોધરી ની સૂચના થી પી.આઇ. રાણા એ લોકલ સોર્ષિશ અને બાતમી ના આધારે માહિતી મળી હતી કે આ બન્ને આરોપી ઊના આવેલ હોય તુરંત દબોચી લઈ. ઊના પોલીસ સ્ટેશન એ લાવી કાયદેસર ની ધરપકડ કરી માહિતી મેળવવા કોર્ટ મા રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
