તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
પાકિસ્તાન જેલમૂકત બાવીસ ભારતીય માછીમારો કાલે બપોરે વેરાવળ પહોંચશે

(ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા.:૨૪: સમુદ્રી જળ સીમામાં પાકિસ્તાન મરીન એજન્સીએ કેદ કરેલ ૨૨ જેટલા ભારતીય માછીમારોને પાસ્કિતાને શનિવારે મુકત કરતા વાઘા સહર અમૃતસર ખાતે ભારતીય સુરક્ષા એજન્સીને સુપ્રત કરાયા હતા. જેનો કબજો ફીસરીઝ વિભાગ-ગુજરાતની ટીમના ચાર અધિકારીઓને સોંપાયો જેમાં જે.પી. તોરણીયા-જામનગર, એ. બી. વાઘેલા- પોરબંદર અને ડી.ટી. ચોૈહાણ -નવસારી તથા એ.એ. મકરાણી- જાફરાબાદની સમાવેશ થાય છે.
જેઓ આજે સાંજે અમૃતસરથી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં રવાના થઇ રહ્યા છે. અને તારીખ ૨૪ આજ રોજ સાંજે વડોદરા પહોંચશે વડોદરાથી મોડી સાંજે ખાસ બસમાં મુકત કરાયેલ ૨૨ ભારતીય માછીમારોને વેરાવળ લાવવામાં આવશે.
જે ૨૫ ફેબ્રુઆરી સવારે વેરાવળ પહોંચવાની ધારણા છે. જયા નિયમ અને પ્રક્રિયા મુજબ પોલિસ વેરીફીકેશન કરી તેમના સ્વજનોને સુપ્રત કરાશે. મુકત થયેલા ઓમાં ૧૫ ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકાના ૩ મળી ગુજરાતના કુલ ૧૮ અને દીવના ૩ અને યુ.પી.ના ૧ નો સમાવેશ થાય છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
