તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 24th February 2025
જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં દરરોજ રાત્રે સાંસ્કળતિક ક્રાર્યક્રમનું ભવ્ય આયોજન : ગુજરાતના ગૌરવવંતા કલાકાર ‘‘પદ્મશ્રી'' હેમંતભાઈ ચૌહાણ, રાજભા ગઢવી, જીતુભાઈ દાદ સહિતના કલાકારો ભજન, સંતવાણીની પ્રસ્તુતી કરશે
આજે રાત્રે ૭ વાગ્યે નવયુવાઓના દિલની ધડકન એવું અઘોરી મ્યુઝિક બેન્ડ પોતાની કલાની પ્રસ્તુતી કરીને શ્રોતાગણને મંત્રમુગ્ધ કરશે : ભારતીય સનાતન સંસ્કળતિ, સંત પરંપરા, ભક્તિ અને આસ્થાની ડૂબકી લગાવીને ભાવિકો પુણ્યશાળી બનશે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા.૨૪ : સ્વંયભૂ ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે આજથી ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ અને પૌરાણિક મહાશિવરાત્રી મેળો-૨૦૨૫નો ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળામાં આવતા ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સુચારું સંચાલન વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સમિતિઓના માધ્યમથી તમામ પ્રકારની દેખરેખ રાખવામાં આવી રહી છે.
કમિ‘રશ્રી યુવક સેવા અને સાંસ્કળતિક ઙ્કવળત્તિ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે સાંસ્કળતિક મંચ, ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે આગામી તા. ૨૫ ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રે સાંસ્કળતિક ક્રાયક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. અહીં દરરોજ અલગ અલગ ભજનિક કલાકારો દ્વારા ભજન, લોકગીત, સંગીતની પ્રસ્તુતી કરવામાં આવશે. ગુજરાતના ગૌરવવંતા કલાકાર પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ, રાજભા ગઢવી, જીતુભાઈ દાદ સહિતના કલાકારો ભજન, સંતવાણીની પ્રસ્તુતી કરશે. ઉલ્લેખનીય છે કે, તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ રાત્રે ૭ વાગ્યે નવયુવાઓના દિલની ધડકન એવું ‘અઘોરી મ્યુઝિક' બેન્ડ પોતાની કલાની પ્રસ્તુતી કરીને શ્રોતાગણને મંત્રમુગ્ધ કરશે.
તા.૨૨ ફેબ્રુઆરી,૨૦૨૫ને શનિવારના રોજ અંધજન મંડળ જૂનાગઢ (શ્રી મીનરાજ શૈક્ષણિક સંકુલ જૂનાગઢ) ઉપરાંત જયદીપભાઈ ગઢવી, નરેશભાઈ રાવળ, શ્રી સાગરભાઈ કાચા, દિવ્યેશભાઈ જેઠવા અને મયુરભાઈ દવે સાંસ્કળતિક મંચની શોભામાં અભિવળદ્ધિ કરશે. તા. ૨૩ ફેબ્રુઆરી,૨૦૨૫ને રવિવારના રોજ જીતુભાઈ દાદ, રાજુભાઈ ભટ્ટ, હેમંતભાઈ ચૌહાણ, વિપુલભાઈ ત્રિવેદી, દર્પિત દવે, વિક્રમભાઈ લાબડીયા, રાજદાન ગઢવી સહિતના કલાકારો ભજન સંતવાણીની પ્રસ્તુતી કરશે. તા. ૨૪ ફેબ્રુઆરી,૨૦૨૫ને સોમવારના રોજ યુવાઓને પ્રિય એવું અઘોરી મ્યુઝિક બેન્ડ પોતાની કલાની પ્રસ્તુતી કરશે. તા. ૨૫ ફેબ્રુઆરી,૨૦૨૫ને મંગળવારના રોજ ભવાની ટિપ્પણી રાસ-ચોરવાડ, હાટી ક્ષત્રિય રાસ મંડળ-માળીયાહાટીના અને ગુજરાતનું ઘરેણું એવા કલાકાર રાજભા ગઢવી સાહિત્ય સાથે સંતવાણીની પ્રસ્તુતી કરીને ઉપસ્થિત સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.
વર્ષ ૨૦૨૫માં જૂનાગઢ ખાતે આયોજિત મહાશિવરાત્રી મેળો-૨૦૨૫ મહોત્સવમાં લાખો ભાવિક ભક્તો ભગવાન ભવેશ્વર એવા શ્રી ભવનાથ મહાદેવના દર્શન કરીને દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત કરશે. ગીરનાર, એ તીર્થક્ષેત્ર છે જ્યાં ભગવાન દત્તાત્રેય બિરાજે છે. જૈનમુનિ નેમિનાથની આ તપોભૂમિ છે. અહીં શ્રદ્ધાળુ અનેરી આસ્થા અને ભક્તિ સાથે આવતા હોય છે. આવો, સૌ મહાશિવરાત્રી મેળામાં સામેલ થઈને ભારતીય સનાતન સંસ્કળતિ, સંત પરંપરા, ભક્તિ અને આસ્થાની ડૂબકી લગાવીએ અને પુણ્યશાળી બનીએ.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
