News of Monday, 24th February 2025
જેતપુરમાં હાર્ટએટેકથી બે આશાસ્પદ યુવાનોનાં મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૪: સરકારી હોસ્પીટલ ખાતે હૃદયરોગના હુમલાથી મોત નિપજવાના ત્રણ મળતદેહો પીએમ માટે આવ્યા હતાં. જેમાં બે યુવાન યુવકોના હૃદયરોગના હુમલાથી મોત થતા તેમના પરીવારમાં શોક છવાય ગયો હતો.
શહેરના જૂનાગઢ રોડ પર સુંદરમ સોસાયટીમાં રહેતા અર્જુનભાઈ ગોરધનભાઇ વિરડીયા (ઉ.વ. ૩૯) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેને હૃદયરોગનો હુમલો આવતા તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં તાલુકાના નવી સાંકળી ગામે રહેતો દર્શન જગદીશભાઈ વોરા ઉ.વ.૨૦ નામનો યુવાન બીસીએમાં અભ્યાસ કરે છે. તે રવિવારની રજા હોય પોતાના ઘરે હતો ત્યારે તેને સવારે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેથી તેને સારવાર માટે તરત જ જેતપુર સરકારી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો અહીં ફરજ પરના તબીબે તેને તપાસી મળત જાહેર કર્યો હતો. જ્યારે ત્રીજા બનાવમાં મોટા દેવળીયા ગામના શારદાબેન અરજણભાઈ પાડલીયા ઉવ. ૬૫ નામના વળદ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત થતા તેને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતાં.
હૃદયરોગના હુમલાથી યુવાવયના બબ્બે યુવાનોના મોત નિપજતાં તેઓના પરીવારમાં શોક છવાય ગયો હતો
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
